પાટનગરમાં વાદળછાયુ વાતાવરણ બે દિવસ ઠંડી યથાવત રહેવા વકી

840
gandhi22122017-4.jpg

છેલ્લા ૨ દિવસથી ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે આગામી ૩થી ૪ દિવસ આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાશે તેવી હવામાનના સુત્રોએ આગાહી કરી છે. ત્યારે મંગળવારે વહેલી સવારથી જ શહેરને કાળા ડિબાંગ વાદળોએ બાનમાં લીધુ હતું. ઠંડીના કારણે દિવસ દરમિયાન નહિવત્‌ ચહલપહલ જોવા મળી હતી. નાગરિકોએ ઘરમાં પુરાઇ રહેવાનું અને કર્મચારીઓ ઓફીસ બહાર નિકળવાનું ટાળ્યું હતું.
લઘુત્તમ તાપમાનમાં ૨ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો અને આગામી ૩થી ૪ દિવસ વાદળ છાયુ વાતાવરણ રહેવાની અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. ઉત્તર પૂર્વીય ઠંડા પવનોની અસરના કારણે રાજ્યમાં ઠંડીનો પારો ગગડી ગયો છે. સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે બે દિવસથી શહેર પર કાળા ડિબાંગ વાદળો ઘેરાઇ આવ્યા છે. ઠંડા પવનો દિવસ દરમિયાન ચાલુ રહેતા શહેરમાં સવારથી જ ઠંડીનું પ્રમાણ જોવા મળ્યુ હતું.
જેના લીધે ગાંધીનગરનું મહત્તમ તાપમાન મંગળવારે મહત્તમ તાપમાન ૨૬.૮ ડિગ્રી, લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રી નોંધાયુ હતું. તેમજ સવારે ભેજ ૬૧ ટકા અને સાંજે ૪૧ ટકા નોંધાયુ હતું. દિવસ દરમિયાન ઠંડીનો અનુભવ થતાં નાગરિકોને ગરમ વસ્ત્રો પહેરવા પડ્‌યાં હતાં. તેમજ સરકારી કચેરી અને વસાહતીઓ ઘરમાં પુરાઇ રહેવાનું પસંદ કર્યુ હતી. તે જોતા આગામી સમયમાં કડકડતી ઠંડીનો અનુભવ નાગરિકોને થશે.

Previous articleઅમદાવાદમાં પોલીસના નાક નીચે ત્રણ દુકાનોમાં ચોરી, નાઇટ પેટ્રોલીંગના દાવા પોકળ
Next articleમનપા સ્થાઈ સમિતીએ ગાંધીનગર શહેરના વિકાસ કામોને મંજૂરી આપી