પ્રિયંકા ગાંધી ૨૮ ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં ચૂંટણી સભા યોજશે

959

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પોતાની રાજકીય કારકિર્દીની સૌપ્રથમ ચૂંટણી સભા ૨૮ ફેબ્રુઆરીના રોજ ગુજરાતના ગાંધીનગરમાં સંબોધિત કરશે. અડાલજના ત્રિમંદિર મેદાન ખાતે યોજાનારી આ ચૂંટણી સભામાં પ્રિયંકાની સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ જોડાશે. કોંગ્રેસના ઉચ્ચસ્તરીય સૂત્રોએ આ વિગત આપતા જણાવ્યું છે કે, ગાંધીનગર ખાતે પ્રિયંકા પોતાની સૌપ્રથમ ચૂંટણી સભા સંબોધીને સીધે સીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પડકાર ફેંકશે.

૫૧મી કોંગ્રેસ કારોબારી બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, મલ્લિકાર્જુન ખડગે, ગુલાબ નબી આઝાદ અને પ્રિયંકા ગાંધી સહિત અન્ય કોંગ્રેસ કાર્યકર્તાઓ હાજર રહેશે. મહત્વનું છે કે ગુજરાત ૬૦ વર્ષ બાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાવાની છે.

અડાલજમાં ગુજરાત ઈતિહાસની સૌથી મોટી રેલી યોજાશેઃ શક્તિસિંહ ગોહિલ

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અને પાર્ટી પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ૨૮મીએ અડાલજના ત્રિમંદિરે થનારી કોંગ્રેસની રેલી માટેની તૈયારીઓ ચાલી રહી છે. આ રેલી ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી હશે તેવો તેમણે દાવો કર્યો હતો. અને કહ્યું હતું કે આ પહેલી વાર હશે જ્યારે ગુજરાતના લોકો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના એક જ સ્થળે ઉપસ્થિત હોવાના સાક્ષી બનશે.

Previous articleરાજ્યના ૭ જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર, કડાણા ડેમમાંથી પાણી છોડાયું
Next articleતમિળનાડુમાં અન્નાદ્રમુક અને ભાજપ એકસાથે ચૂંટણી લડશે