દામનગર શહેરની કે.કે. નારોલા પ્રાથમિક શાળા નં.૩માં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમની ઉજવણી પીએચસી જરખીયાના તબીબી સ્ટાફ દ્વારા તા.ર૧-૧ર થી ર૭-ર સુધી ચાલનાર કાર્યક્રમોનું દિપ પ્રાગટ્ય નગરપાલિકા પ્રમુખ મનસુખભાઈ જયપાલ દ્વારા કરાયેલ.
શહેરની તમામ શાળાઓમાં નિષ્ણાંત તબીબો દ્વારા શાળા આરોગ્ય તપાસણીમાં અસાધ્ય સહિત નાની-મોટી તબીબી તપાસ સારવાર સહિતની સુવિધા દ્વારા સમગ્ર રાજ્યને નિરામય આરોગ્ય પ્રદાન કરવા સરકાર દ્વાર આયોજીત શાળા આરોગ્ય દ્વારા વાલીઓ સુધી નિરામય આરોગ્ય પરિવારનો ઉદ્દેશ દામનગર શાળા આરોગ્ય પીએચસી જરખીયા ડો.મકવાણાના માર્ગદર્શન હેઠળ ડો.શિતલબેન રાઠોડ, ડો.હિતેશ પરમાર, ડો.પારૂલ દંગી, પ્રિયકાંત ભટ્ટી, રણજીતભાઈ બગડા, રાજ દિક્ષિત, રાવતભાઈ ગરણીયા, ચંદ્રીકાબેન મકવાણા, સામાજીક મહિલા અગ્રણી શિલ્પાબેન રાવળ સહિત શિક્ષણ સ્ટાફ નગરપાલિકા પ્રમુખ મનસુખભાઈ જયપાલ વાલીઓ, પત્રકારો, સામાજિક અગ્રણીઓ, આંગણવાડીની બહેનો, મહિલા અગ્રણી, વેપારી અગ્રણીઓની વિશાળ હાજરીમાં શાળા આરોગ્ય તપાસણીનો પ્રારંભ કરાયો હતો.