મહિલા તથા બાળકોને પોલીસ તરફથી આઈકાર્ડ અને નિમણૂંક અપાઈ

658
gandhi23122017-9.jpg

ગુજરાત રાજયના મહિલા અને બાળકોના પ્રશ્નોનું નિરાકરણ તેમજ જાગૃતિ લાવવા તથા તપાસમાં પોલીસને મદદરૂપ થવા મહિલા અને બાળમિત્રો ના આશરે ૧૧૦૦ સભ્યોને આઇકાર્ડ તથા નિમણુંક આપવાનો કાર્યક્રમ આજરોજ તા.૨૨/૧૨/૨૦૧૭ના કલાક ૦૯-૩૦ થી ૧૮-૦૦ વાગ્યા સુધી ‘‘સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, ખીમજી વિશ્રામ હોલ, કડી સ્કુલ, સેકટર-૨૩, ગાંધીનગર’’ ખાતે યોજવામાં આવેલ.મહિલા અને બાળમિત્રોની મદદ લઇ રાજયમાં મહિલા અને બાળકોને શોષણ, ત્રાસ કે હિંસા સામે રક્ષણ પુરૂ પાડવાનો આ કાર્યક્રમનો હેતુ છે.   આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસના ચેરમેન જાગૃતિબેન પંડયા, સી.આઇ.ડી. ક્રાઇમના પોલીસ મહાનિદેશક આશીષ ભાટિયા, મહિલા સેલ અને ક્રાઇમના અધિક પોલીસ મહાનિદેશક અનિલ પ્રથમ, એસ.પી. સુજાતા મજમુદાર તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.