ત્રાસવાદી-કટ્ટરપંથીઓ વિશ્વ માટે ખતરારૂપ : મોદી

781

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદના મુદ્દા ઉપર પડોશી દેશ પાકિસ્તાનને ફરી એકવાર વૈશ્વિક મંચ ઉપર અલગ પાડી દેવા માટે જોરદાર પ્રયાસ કર્યા હતા. દક્ષિણ કોરિયામાં શિયોલ શાંતિ પુરસ્કાર મળ્યા બાદ વડાપ્રધાને કોઇના પણ નામનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું હતું કે, ભારત છેલ્લા ૪૦ વર્ષથી સરહદ પારથી આતંકવાદનો સામનો કરે છે. હવે સમય આવી ગયો છે કે, જે માનવતામાં વિશ્વાસ રાખે છે તેઓ આવી હરકતોનો જવાબ આપે. મોદીએ કહ્યું હતું કે, આવું કરીને અમે દુનિયામાં શાંતિ સ્થાપિત કરી શકીએ છીએ. પુલવામા હુમલા બાદ વૈશ્વિક મંચ ઉપર વડાપ્રધાને પાકિસ્તાનને ભીંસમાં લેવાના પ્રયાસો જારી રાખ્યા છે. તેમણે કહ્યું હતું કે, આતંકવાદ અને તેને સમર્થન આપતા દેશોનો ખાત્મો હવે જરૂરી બની ગયો છે. દક્ષિણ કોરિયાના પ્રમુખ મુનની પ્રશંસા કરતા કહ્યું હતું કે, તેઓએ સમજદારી દાખવીને ઉત્તર કોરિયા સાથે વાતચીત કરીને સંબંધો સુધાર્યા છે. મોદીના આ પુરસ્કારની સાથે એક કરોડ ૩૦ લાખ રૂપિયા મળ્યા છે. મોદીએ આ તમામ રકમને ગંગાને સ્વચ્છ કરવા માટે ચલાવવામાં આવી રહેલી નમામી ગંગેને આપવાની વાત કરી છે. મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે, તેમને આ સન્માન એ વખતે મળ્યું છે જ્યારે અમે મહાત્મા ગાંધીની ૧૫૦મી જ્યંતિ મનાવી રહી છે. દક્ષિણ કોરિયા ૧૯૯૦થી આ સન્માનથી તમામનું સ્વાગત કરે છે. મોદીએ કહ્યું હતું કે, ભારતે છેલ્લા પાંચ વર્ષમાં કેટલું વિકાસ કામ કર્યું છે. આ એવોર્ડ ભારતના લોકોને સમર્પિત છે. દક્ષિણ કોરિયાના પ્રમુખે આજે પણ ભારતને સાથ આપવાની વાત કરી હતી. તેમણે કહ્યુ હતુકે દક્ષિણ કોરિયાના લીડર ભારતના દરેક પગલાની સાથે છે. શાંતિ પુરસ્કાર મેળવનાર મોદી દુનિયાના ૧૪માં નેતા છે. અત્રે નોંધનીય છે કે હાલમાં પુલવામાં  ખાતે સીઆરપીએફના કાફલા પર ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યોહતો. જેમાં ૪૦ જવાન શહીદ થયાહતા. જેશે મોહમ્મદ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. વિકાસના મામલે વાત કરતા તેમણે કહ્યુ હતુ કે દેશમાં ગરીબી નાબુદીની દિશામાં મોટા પગલા લેવામાં આવી રહ્યા છે. આતંકવાદીઓએ ૧૪મી ફેબ્રુઆરીના દિવસે એક મોટા હુમલાને અંજામ આપ્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થઇ ગયા હતા.  તાજેતરના વર્ષોમાં સૌથી મોટા હુમલાને ત્રાસવાદીઓ દ્વારા અંજામ આપવામાં આવ્યા બાદ  દેશભરમાં લોકોમાં પહેલાથી  આક્રોશ છે. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે  ત્રાસવાદીઓ દ્વારા ગુપ્તરીતે બીછાવવામાં આવેલી જાળ હેઠળ આ ભીષણ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં સીઆરપીએફના જવાનો ફસાયા હતા. ઉરીમાં સપ્ટેમ્બર ૨૦૧૬માં આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો પર આને સૌથી મોટા હુમલા તરીકે ગણવામાં આવે છે. શ્રીનગર-જમ્મુ હાઈવે ઉપર સ્થિત અવન્તીપોરા વિસ્તારમાં આ હુમલો થયો હતો. આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી લીધી હતી.  વિસ્ફોટક સાથે ભરેલી એક ગાડીને લઇને જૈશના ત્રાસવાદી આદિલે સીઆરપીએફ જવાનોના કાફલાની બસમાં અથડાવી હતી. હુમલા બાદ જવાનોએ પણ કાર્યવાહીના પ્રયાસ કર્યા હતા પરંતુ અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. કાફલાની જે બસને ત્રાસવાદીઓએ ટાર્ગેટ બનાવી હતી તેમાં ૪૪ જવાનો હતા.  જે કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યો તે જમ્મુથી શ્રીનગર જઇ રહ્યો હતો તેમાં ૨૦૦૦ જવાનો હતા. જે કાફલા ઉપર હુમલો કરાયો તેમાં ૭૦ વાહનો હતા.

ભારત-દક્ષિણ કોરિયા વચ્ચે ૭ સમજૂતિ પર હસ્તાક્ષર

શિયોલ : ભારત અને દક્ષિણ કોરિયાએ આજે સાત સમજૂતિ ઉપર સહીસિક્કા કર્યા હતા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, મિડિયા, સ્ટાર્ટ અપ, ઇન્ટરનેશનલ ક્રાઈમ અને ટ્રાન્સ બોર્ડર ગુનાઓને રોકવા સહિતના મુદ્દા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. દક્ષિણ કોરિયાની ઐતિહાસિક યાત્રા દરમિયાન મોદી પહોંચી ચુક્યા છે જ્યાં તેઓએ દક્ષિણ કોરિયાના પ્રમુખ મુનના સત્તાવાર નિવાસસ્થાને બેઠક યોજી હતી. મુનના સત્તાવાર નિવાસસ્થાન અને કારોબારી ઓફિસ બ્લુ હાઉસમાં સત્તાવાર અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતં જ્યાં તેમનું લાલઝાઝમ બિછાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. દક્ષિણ કોરિયાના પ્રથમ મહિલા કિમ જંગને પણ મળ્યા હતા. વેપાર, મૂડીરોકાણ, સંરક્ષણ અને સુરક્ષા સહિત જદા જુદા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકારને વધારવા માટે બંને દેશોના નેતાઓ વચ્ચે રચનાત્મક મંત્રણા યોજાઈ હતી. ત્યારબાદ સાત સમજૂતિ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વિદેશ બાબતોના મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે, બંને નેતાઓની ઉપસ્થિતિમાં સાત સમજૂતિઓ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કોરિયન નેશનલ પોલીસ એજન્સી અને ગૃહ બાબતોના મંત્રાલય વચ્ચે એમઓયુ થયા છે જેના ભાગરુપે બંને દેશોની લો એન્ફોર્સમેન્ટ સંસ્થાઓ સહકાર કરશે. અન્ય સમજૂતિ વિવિધ વિષયો ઉપર રહેલી છે. ભારતમાં કોરિયન કંપનીઓ દ્વારા મૂડીરોકાણ માટે વ્યવસ્થા કરનાર કોરિયા પ્લસ ઓર્ગેનાઇઝેશનના ઓપરેશનને જારી રાખવા ઉપર પણ સમજૂતિ થઇ હતી. બંને દેશો સ્ટાર્ટઅપને પણ પ્રોત્સાહન આપનાર છે. વિચારો, ટેકનોલોજીની આપલે માટે ભારતમાં કોરિયા સ્ટાર્ટઅપ સેન્ટરની રચના કરવામાં આવશે. કોરિયન બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ અને પ્રસાર ભારતી દક્ષિણ કોરિયામાં ડીડી ઇન્ડિયા ચેનલના પ્રસારણ  ઉપર પણ સહમત થયા છે જ્યારે ભારતમાં કેબીએસનું પ્રસારણ કરવામાં આવશે. કોરિયન બ્રોડકાસ્ટ અહીં દર્શાવવામાં આવશે. માછીમારો અને અન્ય સંબંધિત ક્ષેત્રોમાં પણ સમજૂતિ થઇ છે. રોડ અને પરિવહનના માળખામાં સહકાર કરવા માટે પણ સમજૂતિ થઇ છે. ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પ્રોજેક્ટોમાં તેની મદદ લેવામાં આવશે. માર્ગ અને પરિવહનના ક્ષેત્રમાં ટેકનિકલ અને ઇન્સ્ટીટ્યુશનલ નોલેજ એક્સચેંજને લઇને પણ સમજૂતિ થઇ છે. મોદીએ આ પ્રસંગે ભારતની યાત્રા કરવા મૂનને આમંત્રણ આપ્યું હતું. ૨૦૧૫ બાદ મોદીની દક્ષિણ કોરિયાની આ બીજ યાત્રા છે.

Previous articleભારતમાં માનસિક રોગો વિશે ભિન્ન વિચારો  – વિજ્ઞાન જાથા
Next articleરાજુલામાં ઈવીએમ, વીવીપેટ નિદર્શન રથ