રામપરા (ર) ગામે લાલાભાઈ વાઘ દ્વારા ર૬મીએ શાકોત્સવ ઉજવાશે

884
guj24122017-1.jpg

રાજુલા તાલુકાના રામપરા (ર) ખાતે લાલાભાઈ બાઘાભાઈ વાઘ પરિવાર દ્વારા શાકોત્સવનો ભવ્યાતિભવ્ય ઉત્સવ ઉજવાશે. સર્વધર્મના સંતો-મહંતોની હાજરી રહેશે.
રાજુલા તાલુકાના રામપરા (ર) લાલાભાઈ બાઘાભાઈ વાઘ દ્વારા પરંપરા મુજબ સર્વધર્મના સંતો-મહંતોની હાજરીમાં ભવ્ય શાકોત્સવ ઉજવાશે. તેમાં સ્વામીનારાયણ મહુવા મંદિરના મહંત ભક્તિતનય સ્વામી, અખંડ મંગલ સ્વામી, સરલમૂર્તિ સ્વામી રાજુલા, ઉત્તમભવન સ્વામી તેમજ મોંઘીમાની જગ્યા સિહોરથી પ.પૂ.જીણારામબાપુ, રાજેન્દ્રદાસબાપુ-વૃંદાવનબાગ રામપરા, સનાતનદાસબાપુ, કેસરીનંદન હનુમાનજી મંદિરના મહંત રાજુલા, ધીરૂગુરૂબાપુ પહડીયાબાપુ બાંભણીયા આશ્રમ, જયવંતદાદા પરમ ભગવતાચાર્ય, મોટા સમઢીયાળા, મનસુખદાદા ભાગવતાચાર્ય (રાભડા), ભાવેશદાદા શાસ્ત્રી રાજુલા, દેવેન્દ્રદાસબાપુ અમર આશ્રમ ડેડાણ (અમરમાની જગ્યા) તેમજ ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, બાબુભાઈ રામ સહિત રાજકિય તેમજ આહિર સમાજના આગેવાનોની બહોળી સંખ્યામાં હાજરી સાથે હજારોની સંખ્યામાં હરીભક્તોનો માનવ મહેરામણ ઉભરાશે. શાકોત્સવ આગામી તા.ર૬-૧ર-ર૦૧૭ રામપરા પ્રાથમિક શાળાની બાજુમાં રહેશે. જેનો સમય સાંજના ૭ થી રાત્રિના ૧૦ સુધી સંતો-મહંતોની હાજરીમાં ધાર્મિકોત્સવ શાકોત્સવ ઉજવાશે.