સિહોર ટાઉનહોલની ઓફિસમાં ખુલ્લા ફ્યુઝ લેશે કોઈની જાન

821
bvn24122017-2.jpg

સિહોર ટાઉનહોલની બુકીંગ ઓફિસમાં ખુલ્લા ફ્યુઝ બોક્સ તુટેલી હાલતમાં ફ્યુઝ જોવા મળે છે ત્યારે ભયના ઓથાર તળે કર્મચારીઓ ઓફિસની અંદર જતા પણ ખચકાવશો કે ક્યારેક કોઈ જાનહાની થાય તેવી દહેશત વ્યક્ત કરાઈ છે.
એટલું જરૂર કહી શકાય કે પાલિકાનું નિંભર તંત્ર ખુબ જ બેદરકાર છે તે વાતની ચાડી ખાય છે કે આ ઓફિસની અંદર પક્ષ પ્રમુખથી લઈ નાનામાં નાના કર્મચારીના તથા લોકોના આટાફેરા રહે છે પરંતુ આ ખુલ્લામાં ફ્યુઝ અને વાયરીંગ સામુ જોતા જ એકવાર મનમાં મોત અંગે વિચાર જરૂર આવે પણ તંત્ર આંખ આડા કાન કરી તમાશો જોઈ કોઈ જાનહાની થવાની રાહ જોઈ રહ્યું છે.