સિહોરમાં પાલિકા દ્વારા શિવમંદિર તોડી પડાયું

983
bvn24122017-41.jpg

સિહોર-ભાવનગર-રાજકોટ રોડ પર આવેલ બે પાર્ટી પ્લોટ સામે આવેલ દેરી સમાન શિવમંદિર તોડી પડાતા શિવભક્તોમાં રોષ જ્યારે બાજુમાં પાર્ટી પ્લોટ ધરાવતા લોકો ખુશ થયા હતા ત્યારે આ શિવભક્તો એક બાજુ જોતા હતા અને બીજી બાજુ પાલિકાનું જેસીબી ફરી વળ્યું હતું. ત્યાં સૌ કોઈ જોનાર વ્યક્તિઓ બોલી ઉઠ્યા હતા ‘વિનાશ કાળે વિપરીત બુધ્ધિ’.
છેલ્લા ઘણા સમયથી સિહોરમાં ખુબ જ મોટાપાયે દબાણની વ્યાપક ફરિયાદો ઉઠી છે. જ્યાં જુઓ ત્યાં બાંધકામોના રાફડા ફાટ્યા છે. ગૌતમી નદીમાં દબાણ જોવા મળે છે ત્યારે ઉચ્ચકક્ષાએ પહોંચ ધરાવતા લોકો કલરવાળા કાગળના જોરે અધિકારીઓ તથા નોકરીયાતોને જરૂરીયાત મુજબ ખરીદે છે અને પછી શરૂ થાય છે ભ્રષ્ટાચાર. આવું જ શિવમંદિરમાં થયું છે ત્યારે ઉચ્ચકક્ષાએ પહોંચ ધરાવતા પાર્ટી પ્લોટના માલિકો દ્વારા રજૂઆત કરેલ અને આંખ કાન વગરના અધિકારીઓ દબાણ હટાવવા નિકળી પડે છે ત્યારે પોલીસના સાથ અને જોરે આવા દબાણ તોડી પાડવામાં આવે છે. જેની ઝપટમાં આ શિવમંદિર ચડી જતા આખરે શિવમંદિર તોડી ભગવાન સદાશિવની લીંગ છત્ર વગરની કરવામાં જરા પણ શેહશરમ રાખી ન હતી ત્યારે બીજી બાજુ દબાણ એક જ ઝાટકે તોડી પાડ્યાનો હરખ હતો જ્યારે બીજી બાજુ રોષ બન્ને વચ્ચે શિવજી ભોગ બન્યા હતા. છીંડે ચડે તે ચોર તેમ જે નજરમાં ચડે તે ચોર (દબાણકર્ત) શું પાલિકાને અન્ય કોઈ દબાણ નથી દેતા. એક જ્ઞાતિએ તો તેના જ્ઞાતિના એક આગેવાનના નેજા તળે મસમોટુ દબાણ કરી મંદિર બનાવ્યું છે. ગાર્ડન પણ બનાવી નાખ્યો છે. અહીં અગાઉ પણ પાલિકાએ આ દબાણ તોડ્યું હતું ફરી બની ગયું. કોણ શું કરી શકે લાચાર છે.

Previous articleમહુવાની શાળાઓમાં રાષ્ટ્રીય ગણિત દિવસ અંતર્ગત યોજાયેલ ગણિત ક્વિઝ સ્પર્ધા
Next articleબે માસુમોની હત્યાનો ભેદ હજુ અણઉકેલ