ઢૂંઢર દુષ્કર્મઃ ૧૪ માસની બાળકી પર બળાત્કાર કરનારને મળી ૨૦ વર્ષની સજા

752

તાલુકામાં પાંચ મહિના પહેલા ૧૪ માસની બાળકી સાથે દૂષ્કર્મ આચરવાના અપરાધમાં સ્પેશ્યલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલતા પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક્ટ સેશન્સ જજ અને ફાસ્ટ ટ્રેક કોર્ટના ડીસ્ટ્રીક્ટ સેશન્સ જજે આરોપીને ૨૦ વર્ષની સજા કરી છે. જો તેને હાઇકોર્ટમાં અપીલ કરવી હોય તો ૬૦ દિવસની મુદત આપી છે. જજે કપડા પરથી મળી આવેલ લોહી અને બાળકીના કપડા પરથી મળી આવેલા જરૂરી પૂરાવા એફએસએલ રીપોર્ટ, સાક્ષીઓ, મેડીકલ એવીડન્સ વગેરેને નજર સમક્ષ રાખી તા. ૨૮/૦૨/૧૯ ના રોજ એટલે બુધવારે આઇપીસી ૩૬૩, ૪૪૭, ૩૭૬ (એ,બી) પોક્સો અંતર્ગત તકસીરવાન ઠરાવી ૨૦ વર્ષની સખત કેદની સજાનો હૂકમ કયો છે.

૨૮-૦૯-૨૦૧૮ના રોજ હિંમતનગર તાલુકાના ઢુંઢર ગામની સીમમાં રહેતા એક પરિવારની ૧૪ મહિનાની બાળકી પર પરપ્રાંતીય રવીન્દ્ર ગાંડે સોલિઆ લાલે (મૂળ રહે. બિહાર) દુષ્કર્મ આચર્યુ હતું. આરોપી નજીકની એક સિરામિકની ફેક્ટરીમાં કામ કરતો હતો. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોએ તે ફેક્ટરીમાં તોડફોડ અને આગચંપી કરી હતી. આ ઘટનાના પગલે રાજ્યભરમાં પરપ્રાંતીયો પર હુમલા શરૂ થયા હતા.

હિંમતનગર પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરતા કેસ જલદી ચાલે તે માટે રાજ્ય સરકારે અલગ ફાસ્ટટ્રેક કોર્ટની રચના કરી હતી. જજ તરીકે કે.બી. ગુજરાથીની નિમણૂક કરી હતી. ૯૮ પાનાંની ચાર્જશીટ કોર્ટ સમક્ષ રજૂ કરાઇ હતી અને ૧૭ મુજબમાં કેસની સુનાવણી હાથ ધરાઇ હતી. ઉપરાંત આરોપી અને બચાવપક્ષના વકીલોની નિમણૂક પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. કોર્ટે દુષ્કર્મ અને પોક્સોના કાયદાની જોગવાઇઓના આધારે આરોપીને ૨૦ વર્ષની સજા ફરમાવી છે.

Previous articleCM રૂપાણીની તબિયત લથડતાં વિશેષ વિમાનમાં અમદાવાદ લવાયા
Next articleમહીસાગરઃ બાળ વાઘનાં પગલા દેખાયાઃ ફોરેસ્ટર આર.વી. પટેલ