ભુંડ પકડવા બનાવેલા ગાળિયામાં ‘દીપડો’ ફસાયો

852
gandhi25122017-3.jpg

ભિલોડા તાલુકાના મઉ ભવાનપુર પાસેના જંગલમાં ભૂંડ પકડવા માટે બનાવેલા ગાડીયામાં દીપડો ફસાયો હતો. વન વિભાગના કર્મચારીએ દીપડાને ફસાયેલો જોતા તરત જ વનવિભાગના અધિકારીઓને જાણ કરી હતી. 
જિલ્લા ડીએફઓ, આરએફઓ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કરી દીપડાને પાંજરે પુરી ભિલોડા પાસે આવેલી વાંસળી નર્સરીમાં પશુ ચિકિત્સકની દેખરેખ હેઠળ રખાયો હતો.
ભિલોડાના મઉ ભવાનપુર પાસેના જંગલમાં બનાવેલા ભૂંડ પકડવાના ગાડીયામાં દીપડો ફસાઈ ગયો હતો. ભિલોડાની વનવિભાગના આર એફઓ પ્રિયાંક પટેલને કરી હતી. વન વિભાગના ડી એફ ઓ, આરએફઓ.તથા શામળાજી આરએફઓ સહિત અધિકારીઓએ રેસ્ક્યુ કરી દીપડાને પાંજરે પૂર્યો હતો.