હીરાઉદ્યોગકારો માટે કૌશલ્ય વર્ધક તાલીમ કાર્યશાળાઓનું આયોજન કરાશે

677
guj25122017-2.jpg

દામનગર સુરત સ્થિત ધી જેમ એન્ડ જવેલરી એક્ષપોર્ટ પ્રમોશન કાઉસિલની સુરત શાખા જેમ એન્ડ જવેલરી ક્ષેત્ર ના વિકાસ માટે અવરીત પ્રયાસ કરતી રહે છે તેના ભાગ રૂપે કૌશલ્ય યોજના હેઠળ ઇન્દ્રસ્ટ્રીઝ વૈશ્વિક કક્ષા એ સ્પર્ધા માં ટકી રહે કૌશલ્ય વર્ધક તાલીમ આપતી કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવશે છેલ્લા ઘણા સમય થી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ કુશળ કારીગરોની અછતનો સામનો કરી રહી છે કારીગરો ની સમસ્યા ઉપરાંત ઉત્તમ ગુણવતા ધરાવતા હોવા છતાં તેમજ એક્સપોર્ટ કરવાની ક્ષમતા વેપારી મિત્રો વ્યવસાયિક જ્ઞાન નો અભાવ કાર્ય નિપુણતા જેવી અનેકો નાની નાની બાબતોનો સચોટ ઉપાય ઉત્પાદન કરી સિધું આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચાડી શકે બહુલક્ષી દ્રષ્ટિ કોણ થી કાર્યક્રમનું બંધારણ રચવામાં આવ્યું કૌશલ્યમ હેઠળ ડાયમંડને લગતા વિષયો જેમ ડાયમંડ પોલિશિંગ ગ્રેટીંગ સિન્થેટિક ડાયમંડની પરખ વર્ગી કરણ ગેલેક્ષી ક્યુ સી સ્પ્રેકટ્રોકોપ ટેકનિક જેવા વિષયો જવેલરી ડિઝાયનીગ હસ્તકલા સી એ  ડી કોરલ દ્રાવ ડાયમંડ બેગીન્જ નવરત્નની ઓળખ કાસિંટગ આર પી એફ ઈમ્પોર્ટ બેઝીક કોર્સ ફાયનાન્સ ડોક્યુમેન્ટ ઇ કોમર્સ સહિત અનેકો પ્રકારની તાલીમો અને તેને લગતા પ્રમાણ પત્રો જી જે ઇ પી સી દ્વારા એનાયત કરશે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ દરેક સંસ્થા ઓ ને તાલીમાર્થી ની યાદી બનાવી સુરત જિલ્લા ડાયમંડ એશોસીએશન પ્રાદેશિક અધ્યક્ષ દિનેશભાઈ નાવડીયાને મોકવા ગુજરાતભરના ડાયમંડ એશોને લેખિત સુચના આપતો પત્ર પાઠવી સુરત નવસારી અમદાવાદ ભાવનગર વિસનગર પાલનપુર જૂનાગઢ રાજકોટ વડોદરા દામનગર બોટાદ ગારીયાધાર સહિત સૌરાષ્ટ્ર ભરમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ સંસ્થા ઓ દ્વારા સંકલન કરી આયોજન દ્વારા ઉત્તમ કૌશલ્ય વર્ધક તાલીમો દ્વારા હીરા ઉદ્યોગને નવી ઉંચાઈ ઓ પર વર્તમાન સ્પર્ધાત્મક યુગમાં હરણફાળ ભરી વૈશ્વિક બજારમાં ટકી રહે તે માટે જી જે ઇ પી સી નું સુંદર આયોજન કરાશે.

Previous articleવિકટર ખાતે GHCLન્ કંપની દ્વારા શરત ભંગ રજુઆતો અનેક કાર્યવાહી ક્યારે ?
Next articleજાળવણીનાં અભાવે ખંઢેર બનતો દામનગર શહેરનો આરામગૃહ