ગુસ્તાખી માફ

1151
smiley.jpg

હાર્દિક સહિત ત્રિપુટીઓ સમાજ સાથે થતાં અન્યાયનું પ્રતિક : ભાજપ માટે મુશ્કેલી 

ગુજરાત વિધાનસભામાં યુવા-જ્ઞાતિના નવલોહિયા નેતાઓએ આગેવાની લઈ ભાજપને બેકફૂટ પર મુકી દીધો છે. પરંતુ આ યુવાનો રાતોરાત નેતા અને જનસમર્થન મળી ગયું છે તેની પાછળ વર્ષોથી થતાં જે તે જ્ઞાતિ-જાતિના પ્રશ્નો અને સમસ્યાઓ છે. જેને નજર અંદાજ કરવામાં આવશે તો આવનારા સમયમાં ભાજપની મુશ્કેલીઓમાં વધારો થયા વગર રહેવાનો નથી. 
કોઈપણ સમાજ વિચારધારાને સમર્થન કરતો હોય છે. વિચારધારાથી રાજકારણ કરવા જતાં રેશમા, વરૂણ, દિનેશ બામણીયા જેમ ફેંકાઈ ગયા તેમ હાર્દિક પણ ચીલો ચાતરશે તો ફેંકાઈ જશે તે નિશ્ચિત છે. તેથી નવો કોઈ નેતાગીરી લેશે પરંતુ સમાજના પ્રશ્નને અન્યાયી પરંપરા બંધ કે ઉકેલ નહી આવે તો આવનારા સંજોગોમાં ભાજપને ર૬ ને બદલે તેટલી ઓછી બેઠકો લોકસભામાં લાવવાનો વારો આવવાનો છે. 
જિજ્ઞેશ મેવાણીએ વર્ષોથી પીડાતા પોતાના સમાજનું પ્રતિનિધિત્વ કરે છે અને કોંગ્રેસને સમર્થન કરે છે. તેથી ભાજપ માટે વધુ મુશ્કેલ વિધાનસભામાં પણ બન્યા વગર રહેવાની નથી અને હવે વિધાનસભામાં સમાધાન કરી પ્રજાને ખબર ન પડે તેમ બનવાનું નથી પ્રજા સુધી અવાજ પહોંચવાનો છે. વળી તે હોશિયાર પણ છે જે ભાજપ માટે મુશ્કેલીઓના પહાડ પેદા કરશે અને વળી ભાજપ પાસે સક્ષમ ટ્રેજરી બેંચ પણ રહી નથી. 
બીજી તરફ અલ્પેશ ઠાકોર હવે આક્રમકતા અપનાવશે કારણ કે તેને હવે રાજકીય કોન્ફીડન્સ આવ્યો હોવાથી હાર્દિક અને જીજ્ઞેશથી નબળાની છાપ ભુસવા વધુ બમણા જોરથી બહાર અને વિધાનસભામાં ભાજપ પર આક્રમણ થશે તે નકકી. વળી સમાજનો પ્રશ્ન દારૂબંધી જે રાકીય અને પોલીસ માટેનો મોટામાં મોટો બિઝનેશ છે તેને બંધ કરવો પાલવે તેમ નથી તેથી સંઘર્ષ નકકી છે. 
પક્ષ પલ્ટે પ્રજાને ન્યાય એ રાજકારણ માટે નહીં પરંતુ રાજકીય પક્ષોએ પગપર મારેલ કુહાડો 

પ્રજાને ન્યાય મળતો નથી અને અચાનક હૃદય પરિવર્તન કરનારા નેતાઓની સંખ્યા હવે વધતી જાય છે. જીત્યા બાદ પ્રજા સાથેની નૈતિકતા હવે રહી નથી અને પક્ષમાં જીવ મુંજાવા લાગે છે અને બહાર વિરોધી પક્ષના મહેલની હવા તાજગી આપે છે. જેમાં પ્રજાના બધા પ્રશ્નો અંગે તેઓ ઘટતું કરી શકે છે. 
આ ટ્રેન્ડ રાજકારણ માટે ખતરનાક સાબિત થવાનો છે. પાતળી બહુમતી હોય ત્યારે આવા ધારાસભ્યોને સાચવવા પડકાર રૂપ બની રહેવાનું છે. વળી પક્ષમાં પણ લાંબા સમયથી ચૂંટાતા આવતા લોકોનો અસંતોષ હવે છાપરે ચડી પોકારશે. નહી તો પક્ષની નીતિરીતિથી પ્રજાના   પ્રશ્નો કે પ્રજાની સેવા થઈ શકતી નથી તે બાબત સામે ધરી ફરી એકવાર અન્ય પક્ષનો પાલવ પકડી લેતાં વાર નહીં કરે. તેથી આવનારા સમયમાં આવી ગતિવિધિઓ વધવાની છે જેથી બંન્ને પક્ષોને તકલીફો થવાની છે તે નકકી. 
આ ટ્રેડિસન પાળનાર ભાજપમાં ગયેલા મોટાભાગના વર્ષોથી જીતતા ધૂરંધરોને જો કે પ્રજાએ ઘર ભેગા કરી દીધા છે અને જે જીત્યા છે તે પાતળી શાખાથી અન્ય સારા કામો કરતાં હોવાથ જીત્યા છે એક તો માંડ માંડ બચ્યા છે. છતાં પણ આ પ્રવૃત્તિ અટકવી કે અટકાવવી હવે શકય નથી. 
શંકરસિંહ હવે શું કરશે ? જન વિકલ્પની સરકાર ગમે ત્યારે બની શકે ખરી !!

મહત્વકાંક્ષા અને જરૂરી અસંતોષના ધુમાડાને યોગ્ય ફૂંક મારવામાં આવે તો અંતરાત્માના અવાજ સુધી માણસને લઈ જઈ હૃદય પરિવર્તન કરી શકાય છે. જે ભાજપને રાજયસભાની ચૂંટણીઓમાં ઉદાહરણ સહિત કરી બતાવ્યું છે એન જે બાદ શંકરસિંહનો કોંગ્રેસ કે ભાજપ બંન્નેમાંથી બહાર પોતાના જનવિકલ્પ પક્ષ લઈને કોરાણે બેસી જવાનો વારો આવ્યો છે. પરંતુ ચર્ચામાં છે કે શંકરસિંહ સાવ હાથ પર હાથ રાખી બેસી રહેશે ખરા!! અને હાલના ચૂંટાયેલા સભ્યોમાં તેમની સાથે સંબંધ ધરાવતા ર૦ થી રર ધારાસભ્યો છે એ વાત ખરી !!
આ બધા પ્રશ્નો જોતાં પાતળી બહુમતિવાળી આ વિધાનસભામાં કંઈ પણ શકય છે અને તેમના કહેવાથી ભાજપમાં સલામતી અને શાંતિ જોતા ધારાસભ્યોને ફરી એકવાર મોટી તક મળે તો શું ? જેવા અનેક પ્રશ્નો વચ્ચે કોઈએ એવું પણ કહ્યુ કે ભલે એક પણ સભ્ય ચૂંટાયો ન હોય તો પણ જન વિકલ્પની સરકાર બની શકે તે વાત આ પ્રકારની રાજનીતિમાં અશકય જરાય નથી. શકય છે થોડા સમય પછી જનવિકલ્પની ટનાટન સરકાર રાજ કરતી હોય!!
કોંગ્રેસે પોતાની નબળાઈઓ સામે જોવું પડશે નહીં તો ભાજપ સક્ષમ છે ફરી પછાડવા 

કોંગ્રેસમાં હવે જુના નેતાઓ અને તેમની પ્રણાલીને ઘર ભેગી કરવાનો સમય આવી ગયો છે નવી નેતાગીરી અને નવું સંગઠન જ ફરી એકવાર કોંગ્રેસમાં જોશ પુરી શકે તેમ છે. 
કોંગ્રેસે પોતાની નબળાઈઓમાંથી બહાર જરૂર આવવુ પડશે નવી વિચારસરણી દ્વારા ફરી એકવાર સંગઠન અને ચૂંટણીઓની વ્યવસ્થાને મજબૂત કરવી પડશે નહીં તો વારંવાર મોંઢે આવેલો કોળીયો જરૂર ઝુંટવાઈ જશે. પોતાના માણસો અને જીતે તેવા જ ઉમેદવારને ટીકીટ આપવાની વ્યવસ્થાને ફરી એકવાર સુગ્રથિત કરવી પડશે. લોકસભાના ર૬ ઉમેદવારોની પસંદગી કરી ટાર્ગેટ કરી લોકસભામાં ઉતરવું પડશે. નહી તો ભાજપ સામે ટકવું ફકત પ્રજાના જાગવાથી શકય નથી.