શ્રેયસ જૈન મિત્ર મંડળના ઉપક્રમે ઈનામ વિતરણ સમારંભ યોજાયો

678
bvn26122017-4.jpg

શ્રેયસ જૈન મિત્ર મંડળના ઉપક્રમે વર્ષ-ર૦૧૬માં ઉચ્ચ ટકાવારી સાથે ધોરણ-૧ થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના તેજસ્વી તારલાઓને સન્માનવાનો ૪૪મો પારિતોષીત સમારંભ યશવંતરાય નાટ્યગૃહ ખાતે યોજાયેલ.
ધોરણ ૧ થી ૬ સુધીના વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ કલ્પનાબેન હરેન્દ્રભાઈના પ્રમુખ સ્થાને તથા પ્રતિભાબેન કમલેશભાઈ શાહના અતિથિ વિશેષ પદે યોજાયેલ. ધોરણ-૭ થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ વાડીલાલ જીવરાજભાઈ કનાડીયાના પ્રમુખ સ્થાને તથા હરેન્દ્રભાઈ વિનયચંદભાઈના અતિથિ વિશેષ પદે યોજાયેલ.
આ પ્રસંગે બાલ વિદ્યાર્થી ભુવનના ટ્રસ્ટી ફાલ્ગુનભાઈ એમ. શાહ (આ.કમિશ્નર ભા.મ્યુ. કોર્પોરેશન) ખાસ ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયેલ. સમારંભમાં દરેક માટે ભાગ્ય ભક્તિ ડ્રો રાખવામાં આવેલ હતો. આ સમારંભમાં કેળવણી ઉત્તેજનાર્થે વિશાળ સંખ્યામાં જૈન સમાજ ઉપસ્થિત રહેલ. આ સમારંભને સફળ બનાવવા માટે મંડળના સક્રિય કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવેલ.

Previous articleતાપી જીલ્લાના ગુન્હામાં નવ વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો
Next articleટેકનોલોજી યુગમાં પણ હાલમાં પક્ષીઓની સેવામાં ડૂબેલા યુવાનો