હિંમતનગરના ભોલેશ્વર સ્ટેડીયમ ખાતે સ્વામિ વિવેકાનંદ યુવા મંડળોને કિટ વિતરણ કરાયું 

569

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ ગાંધીનગરના અને સાબરકાંઠા જિલ્લા વહિવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે હિંમતનગરના જનશક્તિ સ્ટેડીયમ, ભોલેશ્વર ખાતે સ્વામિ વિવેકાનંદ યુવા મંડળોને કીટ વિતરણ સમારોહ વિધાનસભાના દંડક  ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી  પ્રવચન કરતા દંડક  ભરતસિંહ ડાભીએ જણાવ્યુ કે યુવાનોમાં શારિરીક સૌષ્ઠવની સાથે રાષ્ટ્રભાવના કેળવાય તેવા હેતુથી સ્વામી વિવેકાનંદ યુવા મંડળની રચના કરવામાં આવી છે.  યુવાનો આવતીકાલનુ ભાવિ છે અને ભારતના ભાવિને ઉજ્જવળ કરવા માટે રમતગમતને પ્રાધાન્ય આપવું જરૂરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્‌ મોદીએ ખેલે ગુજરાતથી પ્રાચીન રમતોને મહત્વ આપીને ગ્રામિણ યુવા વર્ગને જોડવાનું કામ કર્યુ હતું આ પરંપરાને દેશ જાળવી રાખીને સમગ્ર રાષ્ટ્રમાં ખેલે ભારતની શરૂઆત કરી સમગ્ર દેશના રમતવીરોને પ્રેરકબળ આપવાનું કામ કર્યુ હોવાનું દંડક શ્રીએ જણાવ્યું હતું.

વધુ તેમણે ઉમેર્યુ કે, ખેલ મહાકુંભ થકી રમતગમતમાં આજે આપણા યુવાનો આગળ આવ્યા છે અને દેશ અને દુનિયામા આપણા રાજ્યનુ અને જિલ્લાનુ નામ રોશન કર્યુ છે,  સાસંદ દિપસિંહે રાઠોડે જણાવ્યું હતું કે, જે રમતના મેદાનમાં હારવા છંતા ના હારે અને અંત સુધી લડ્યા રાખીને  હારને હફાંવે તે જ સાચો યુવાન છે. આમ કહી તેમણ યુવાનોનુ મનોબળ વધાર્યુ હતુ. તેમણે યુવાનોને આપવામાં આવેલ રમત ગમત કિટનો સદ્દપયોગ કરી રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી થવા અપીલ કરી હતી.  આ પ્રસંગે પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, અધિક કલેકટર  વી.એલ.પટેલ, હિંમતનગર પ્રાંત અધિકારી  યતીન ચૌધરી, રમતગમત અધિકારી શ્રીમતી આશાબેન પટેલ, જિલ્લા અગ્રણી  જે.ડી.પટેલ, બીપીન ઓઝા, હસમુખ પટેલ સહિત મોટી સંખ્યમાં રમતવીરો ઉપસ્થતિ રહ્યા હતા.

Previous articleસેક્સી મલાઇકા દબંગ-૩ ફિલ્મમાં ભૂમિકા નહીં કરે
Next articleસાબરકાંઠા જિલ્લાના ૨૦ હજારથી વધુ શ્રમિકોને શ્રમયોગી યોજના હેઠળ આવરી લેવાશેઃ જળ સંપત્તિ મંત્રી