પીએમના આગમનની તૈયારી : અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર રોશનીનો શણગાર

847
guj1192017-5.jpg

જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે આવતી ૧૩ અને ૧૪ સપ્ટેંબરે અમદાવાદના મહેમાન બનવાના છે. તેઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૪ સપ્ટેંબરે અમદાવાદમાં ભારતની મહત્વાકાંક્ષી, સૌપ્રથમ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન યોજનાની શિલાન્યાસ વિધિમાં ભાગ લેશે. જાપાની વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં લઈને અમદાવાદ શહેરમાં સાબરમતી રીવરફ્રન્ટ ઉપરાંત બ્રિજ, ઐતિહાસિક મહત્વ ધરાવતી ઈમારતો અને મુખ્ય માર્ગોને રોજ આ રીતે ભવ્ય લાઈટિંગથી સુશોભિત કરવામાં આવી રહ્યા છે.

Previous articleઅમદાવાદમાં નવલી નવરાત્રીની નેટ પ્રેક્ટિસ
Next articleગુજરાત મિડીયા એવોર્ડ-પત્રકારોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો