બેટી બચાવો અભિયાન તળે તળાજા ખાતે નાટક ભજવાયું

1628
bvn20122017-3.jpg

ભાવનગર જિલ્લાના ૧૬ ગામોમાં ભારત સરકાર દ્વારા મિનિસ્ટ્રી ઓફ માહિતી પ્રસારણ વિભાગ દ્વારા બેટી બચાવો, બેટી ભણાવો અભિયાન અંતર્ગત શેરી નાટકો ભજવાઈ રહ્યાં છે. જેમાં તળાજા તાલુકાના ગામો (અલંગ, રાજપરા-ર, ગોરખી, પાવઠી) ગામોમાં એઈમ કોમ્યુનિકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ-અમદાવાદ કલાકારોએ બેટી બચાવોનો સંદેશ આપ્યો હતો. ગ્રુપ લીડર હિતેશ શાહ તથા સાથી કલાકારો જય મોદી, હર્ષદ સોલંકી, ઈન્દીરા સોલંકી, મસુદ એહમદ શેખ, હૃદયસ્પર્શી નાટક રજૂ કરી જેમાં જોરદાર સંવાદોએ લોકોને વિચારમાં મૂકી દીધા હતા. અંતમાં લોકોએ બેટી બચાવોનો સંકલ્પ કર્યો હતો.