૧૩ બોટલ દારૂ સાથે ૧ શખ્સને ઝડપી લેતી બોરતળાવ પોલીસ

1215

બોરતળાવ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. કે.એમ.રાવલના માર્ગદર્શન હેઠલ ડી.સ્ટાફનાં મામસો એચ.બી. ગોહિલ, ડી.કે.ચૌહાણ, ભીખુભાઈ બુકેરા, સેજાદભાઈ સૈયદ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કોન્સ. ભીખુભાઈ બુકેરા તથા સેજાદભાઈ સૈયદની સંયુક્ત બાતમીરાહે હકીકત મળેલ કે, વર્ધમાનભાઈ પ્રતાપભાઈ શાહ ઉ.વ.૩૮ રહે. વિજયરાજનગર, ચંદન ફલેટ બ્લોક નં.૧૧ ભાવનગરવાળાઓ સ્કુટી પેપ બ્લુ કલર નં.જીજે.૦૪-૯૧૫૪ ઉપર રેકજીનના કાળા કલરના થેલામાં પરપ્રાંતીય વિદેશી દારૂની બોટલો ભરીને નારી ચોકડી તરફથી આર.ટી.ઓ. સર્કલ તરફ આવે છે. આવી બાતમી મળતા બોરતળાવ, સરીતા સોસાયટીની સામે, ભાવનગર રાજકોટ હાઈ-વે રોડ ઉપર ઉભા રહેતા બાતમીવાળો ઈસમ નીકળતા તેની રોકી ચેક કરતા તેની પાસેની સ્કુટી પેપ ઉપર રાખેલ રેકજીનનો કાળા કલરનો થેલો ચેક કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની ૭૫૦ એમ.એલ.વાળી કાચની બોટલ નંગ-૧૩ મળેલ તેની સ્કુટી પેપ સાથે અટકાયત કરી ૧૬૧૮૦નો મુદ્દામાલ ઝપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

Previous articleગઢડાનાં બે બુટલેગરો સામે હદપારની કાર્યવાહી કરાઈ
Next articleવેસ્ટર્ન રેલ્વે મઝદુર સંઘ દ્વારા મહિલ દિનની ઉજવણી