દિવ્યાંગો સરકારની નીતિઓ સામે સો કલાકનું ઉપવાસ આંદોલન કરશે

666

ગુજરાતમાં વસવાટ કરતાં ૧૨ લાખ ૫૬ હજાર દિવ્યાંગો દ્વારા તેમને મળવાપાત્ર લાભો અંગે અવાર નવાર રજૂઆતો કરવા છતાં તે અંગે કોઇ જ નિર્ણય લેવામાં નહીં આવતાં સત્યાગ્રહ છાવણીએ ધરણાં કરીને વિરોધ પ્રદર્શન કરીને ઝ્રસ્ને આવેદનપત્ર આપવામાં આવ્યું હોવા છતાં તેનો ઉકેલ નહીં આવતાં રોષે ભરાયેલાં દિવ્યાંગો સો કલાકના ઉપવાસ કરીને આંદોલન કરીને રોષ પ્રગટ કરશે. જેમાં રાજ્યના દિવ્યાંગો જોડાશે.

રાજ્યના તમામ દિવ્યાંગોને પેન્શન આપવાની સાથે સાથે અંત્યોદય રેશન કાર્ડ મળવા સહિત દિવ્યાંગ વિકાસ નિગમની રચના કરવામાં આવે તો સીધા ધીરાણની લોનનો લાભ પણ આ દિવ્યાંગોને પ્રાપ્ત થઇ શકે. તો બીજી તરફ દિવ્યાંગો માટે જરૂરી જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવે તો તેમને રોજગારી પણ પ્રાપ્ત થઇ શકે.

ત્યારે દિવ્યાંગોને ફિક્સ પગારમાં ન સમાવિને કાયમી તેમજ પુરા વેતનમાં સમાવેશ કરવામાં આવે તે અન્ય લાભો પણ મળી શકે. તો બીજી તરફ પી.એમ.આર.વાય., પંડિત દિનદયાળ તથા આંબેડકર આવાસનો ફરજીયાત લાભ આપવવો જોઇએ તો ચાર ટકા અનામતના ધોરણે પંચાયતી પાલામેન્ટ સુધી અનામતની જોગવાઇ કરવી જોઈએ.

૨૦૧૬ દિવ્યાંગ ધારાનો ચુસ્તપણે અમલ કરવા સહિત અન્ય પડતર પ્રશ્નો માટે રજૂઆતો કરવા છતાં નિરાકરણ નહીં આવતાં સત્યાગ્રહ છાવણીએ અધિકાર મંચના નેજા હેઠળ ધરણાં કરવામાં આવ્યા હતા અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું છતાં પડતર પ્રશ્નોનું ઉકેલ નહીં આવતાં રોષે ભરાયેલા દિવ્યાંગો તા.૧૨ થી ૧૫ માર્ચ સુધી સો કલાકનું ઉપવાસ આંદોલન સત્યાગ્રહ છાવણીએ કરીને વિરોધ નોંધાવશે. ત્યારે સરકાર દ્વારા પ્રશ્નોનો ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આવનાર લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Previous articleટી-૨૦માં ઇંગ્લેન્ડે કર્યો ભારતનો વાઈટવોશ, ૩-૦થી સીરિઝ જીતી
Next articleસેકટર – ૧પ નો બુટલેગર પાસા હેઠળ ધકેલાયો