દામનગર ધારા સભ્યની ધરપત લાઠી બાબરા દામનગર વિધાન સભાના કોંગી ધારા સભ્ય વિરજીભાઈ ઠૂંમરે લાઠી શહેરના સરકીટ હાઉસ ખાતે શહેરી જનોને બોલાવી સ્થાનિક પ્રશ્નો અંગે માહિતી મેળવી હતી ત્યારે લાઠી શહેરીજનો ખૂબ મોટી સંખ્યામાં હાજરી રહી પાયાની સુવિધાઓ અંગે વિગતે રજૂઆતો કરી હતી લાઠી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી ઉપસ્થિત જનતા દ્વારા તંત્ર તરફથી કામમાં થતા તુમાર અંગે ધ્યાન દોરી યોગ્ય નિકાલ કરવા અને શિક્ષણ આરોગ્ય પરિવહન કાયદો વ્યવસ્થા રસ્તા સહિતની બાબતોમાં સ્થનિક તંત્ર દ્વારા રહેલ ક્ષતિઓ દૂર કરી લોકોના વિવિધ પ્રશ્નો સાંભળી નિકાલ કરવા ધરપત આપી હતી સરકીટ હાઉસના હોલમાં લાઠી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક નાના મોટા પ્રશ્નો અંગે ધારા સભ્ય વિરજીભાઈ ઠૂંમરે સાંભળી તત્કાળ સબંધ કરતા તંત્રને સુચના આપી શરૂ કરી હતી લાઠી સરકીટ હાઉસ ખાતે ખૂબ મોટી સંખ્યામાં લાઠી શહેર ઉપરાંત ગ્રામ્ય અગ્રણીઓ આંબાભાઈ કકડીયા જીતુભાઈ વાળા જનકભાઈ તળાવીયા મયુરભાઈ આસોદરિયા લાઠી ચેમ્બર ઓફ કોમર્સના લીંબાણી ગ્રામ્ય વિસ્તારોના સરપંચ, કાર્યકરો વેપારી ખેડૂતો સહિતનાઓએ મળી વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરી હતી.