નદી કાંઠે આરામ ફરમાવતા મગર પર પથ્થર મારતા યુવકનો વીડિયો વાયરલ

644

વડોદરા શહેર પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરોનો વસવાટ છે. ત્યારે અનેક વખત મગર માનવ વસાહતમાં આવી પહોંચતા હોય છે. અને આવા વીડિયો વાયરલ થતા હોય છે. પરંતુ તાજેતરમાં વડોદરાના મગરનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક યુવક નદી કાંઠા પર આરામ ફરમાવતા મગરને પરેશાન કરે છે. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. આ વડિયો કેટલાક સમય પહેલાનો છે એ હજી જાણવા મળ્યું નથી. મળતી માહિતી પ્રમાણે વડોદરાની વિશ્વામિત્રી નદીના કાઠે આરામ કરતા મગરને પથ્થર મારીને પજવણી કરતો યુવક કેમેરામાં કેદ થયો હતો. સામાન્ય રીતે પ્રાણીઓની પજવણી કરવી એ ગુનો બને છે.

વીડિયોમાં દેખાય છે એ પ્રમાણે એક મહાકાય મગર નદીના કિનારે આરમ કરી રહ્યો છે. ત્યારે એક યુવત ત્યાંથી પસાર થઇ રહ્યો છે.

આ યુવક આરામ કરતા મગરને પથ્થરો મારે છે. જેના પગલે ડરેલો મગર પાણીમાં પાછો જતો રહે છે. આટલાથી ન ધરાતા યુવકે પાણીમાં પણ પથ્થરો માર્યા હતા. આવી વિકૃત હરકત ગુનાપાત્ર બનતી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

સામાન્ય રીતે જંગણી પ્રાણીઓની પજવણી કરવાના અનેક વીડિયો વાયરલ થતા હોય છે. જૂનાગઢમાં સિંહોની પજવણી કરવાના વીડિયો પણ છાસવારે બનતા રહે છે.

Previous articleપિતાએ નવા કપડા નહીં અપાવતા તરુણીએ એસિડ પી આપઘાત કર્યો
Next articleમધ્યપ્રદેશના ગવર્નર આનંદી બહેન પટેલ ગાંધીનગરની બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા