સુરત : ટ્રેનમાંથી ૭૪ કિલો બિનવારસુ ગાંજો ઝડપાતા ચકચાર

1340
guj30122017-6.jpg

ગુજરાતમાં શાંતિ અને સલામતીની થઇ રહેલી વાતો વચ્ચે બુટલેગરોની માફક જ રાજ્યમાં ડ્રગ માફિયા તત્વો ૫ણ બેકાબુ બન્યા હોય તેમ સુરતમાં એક ટ્રેનમાંથી ૭૪ કિલો બિનવારસુ ગાંજો ઝડપાયા બાદ ઉશ્કેરાયેલા ડ્રગ માફિયા તત્વો દ્વારા ટ્રેન ઉથલાવી દેવાનો પ્રયાસ કરાયો છે. સમગ્ર બનાવ પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઇ છે. તેમજ ઇઁહ્લ અને રેલવે પોલીસ દ્વારા સંયુક્ત કવાયત હાથ ધરીને આ પ્રયાસ કરનારા તત્વોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ ચોંકાવનારી ઘટના અંગેની મળતી વિગતો અનુસાર સુરતમાં એક જ અઠવાડિયામાં બીજી વખત ગાંજાનો મોટો જથ્થો ૫કડાયો છે. સુરતમાં આવેલી જગન્નાથપુરી – અમદાવાદ રૂટની ટ્રેનમાંથી આજે આશરે રૂ.૪ લાખની કિંમતનો ગાંજાનો ૭૪ કિલો જથ્થો ઝડપાયો છે. ઇઁહ્લ દ્વારા ટ્રેનમાં કરવામાં આવેલા પેટ્રોલીંગ દરમિયાન ટ્રેનના દ્વિતિયશ્રેણીના સામાન્ય વર્ગના ડબ્બાના ટોઇલેટમાંથી ગાંજાનો આ જથ્થો બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો. એક જ અઠવાડિયામાં બીજી  વખત આવી રીતે ગાંજાનો જથ્થો મળી આવતા અમદાવાદ-જગન્નાથપુરી ટ્રેનમાં મોટાપાયે ગાંજાની હેરાફેરી થતી હોવાની શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉ૫રાંત રેલવે ટ્રેક આસપાસની ઝું૫ડ૫ટ્ટી જ ગાંજાની હેરાફેરી માટેનો મોટો અડ્ડો હોવાની શક્યતા પણ પોલીસે દર્શાવી છે.
બીજી તરફ આટલેથી વાત અટકતી ન હોય તેમ બીજી વખત ગાંજો ૫કડાઇ જવાની ઘટનાના ૫ગલે ઉશ્કેરાયેલા અસામાજિક તત્વોએ ટ્રેન વ્યવહાર ખોરવી નાખવા માટે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી બાબત બહાર આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર ગુરૂવારે સવારની આ ઘટનામાં ડ્રાઇવરની સમયસુચકતાથી મોટો અકસ્માત થતા રહી ગયો હતો.
અસામાજિક તત્વોએ રેલવે ટ્રેક ઉ૫ર લોખંડના બાંકડા મુકી દીધા હતાં. બેકાબુ બનેલા ડ્રગ માફિયા તત્વોની આ હરકત પોલીસ માટે ૫ણ ચોંકાવનારી છે. રેલવે પોલીસ અને ઇઁહ્લ દ્વારા સંયુક્ત બેઠક યોજીને માફિયા તત્વો સામે કડક કાર્યવાહી માટેનો એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. જો કે હજુ સુધી પોલીસ ગાંજાની હેરાફેરી કરનાર તત્વોની કોઇ ભાળ મેળવી શકી નથી.