આશા બેન ઉંઝા અને સાબરિયા ધ્રાંગધ્રા બેઠક પરથી ચૂંટણી લડશે તેવી ચર્ચા

703

તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા બે ઉમેદવારોને તેમની બેઠક પરથી જ ભાજપ ચૂંટણી લડાવશે તેવી વિગતો સામે આવી રહી છે. કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ ઉંઝા બેઠક પરથી કોંગ્રેસની ધારાસભ્ય આશાબેન પટેલ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. આશાબેન પટેલ બાદ જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામું આપ્યું અને ભાજપમાં જોડાયા. બાદમાં માણવદરના ધારાસભ્ય જવાહર ચાવડા અને ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરિયાએ રાજીનામું આપી દીધું અને બંને ભાજપમાં જોડાયા. એ સમયે એવા અહેવાલ વહેતા થયા હતા કે ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલને ભાજપ લોકસભા લડાવશે તેમજ ધ્રાંગધ્રાના ધારાસભ્યને બોર્ડ અથવા નિગમમાં સ્થાન આપવામાં આવશે.

જોકે, હવે એવી વિગતો સામે આવી છે કે ઉંઝા અને ધ્રાંગધ્રાના આયાતી ઉમેદવારોને ભાજપ તેમની જ બેઠક પર ચૂંટણી લડાશે. એટલે કે આશા બેનને ઉંઝા અને પરસોતમ સાબરિયાને ધ્રાંગધ્રા બેઠક પરથી ટિકિટ આપવામાં આવશે. આ વાત સામે આવ્યા બાદ આશાબેનને લોકસભાની ચૂંટણી લડાવવાની વાત તેમજ સાબરિયાને બોર્ડ નિગમમાં સ્થાન આપવામાં આવશે તેવી વાતનો છેદ ઉડી જાય છે.

Previous articleબારડની સજાને સ્ટે કરતાં હુકમને હાઇકોર્ટે રદ કર્યો
Next articleરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત