હાર્પિકે નવુ બાથરૂમ કલીનર લોન્ચ કર્યુ

598

૨૦૧૯ લેવકૅર કેટગરીની અગ્રણી બ્રાન્ડ હાર્પિકએ આજે તદ્દન નવા હાર્પિક બાથરૂમ ક્લીનર ૧૦દૃને લૉન્ચ કર્યો હતો, જે હવે ૧૦, ગણી વધુ ક્ષમતા ધરાવે છે. નયા બાથરૂમ મુબારક હો નામનું નવું અભિયાન ગ્રાહકોને ફક્ત એક જ બોટલમાં તેમના બાથરૂમને તદ્દન નવો બનાવી દેવાનું વચન આપે છે.  આ નવા હાર્પિકના ઉપયોગ બાદ બાથરૂમ કાયમ માટે નવો બની જવાનો આનંદ ગ્રાહકોના ચહેરા પર જોઈ શકાશે.

આ પ્રસંગે સાઉથ એશિયા આરબી હાઇજિન હોમના સીએમઓ માર્કેટિંગ ડિરેક્ટર સુખલીન અનેજાએ જણાવ્યું હતું કે, હાર્પિક બાથરૂમ ફ્રેન્ચાઇઝી એ હાઉસહોલ્ડ ક્લીનિંગ સ્પેસની કેટેગરીમાં નિઃશંકપણે સૌથી સફળ લૉન્ચિઝ પૈકીની એક છે. અમારા નવા અભિયાન નયા બાથરૂમ મુબારક હો મારફતે અમે આ ફ્રેન્ચાઇઝી પરના મેગા રી-સ્ટેજના સમાચાર જણાવતાં ખૂબ જ આનંદ અનુભવી રહ્યાં છીએ. ગ્રાહકોની વર્તમાન માન્યતાઓને પડકારનારા  તથા ડીટર્જન્ટને બદલે બાથરૂમની સફાઈ માટેના વિશિષ્ટ ક્લીનર અપનાવવા માટે ગ્રાહકોને તેમની ટેવને સુધારવા પ્રોત્સાહિત કરનારા અભિયાન મારફતે ગ્રાહકો સાથે સુસંગતતા સ્થાપવી એ અમારો ઉદ્દેશ્ય છે. લેવકૅરમાં અગ્રણી તરીકે આજે અમે નવું અને સુધારેલું હાર્પિક બાથરૂમ ક્લીનર લૉન્ચ કર્યું છે, જે ડીટર્જન્ટ કરતાં ૧૦ ગણું વધુ શક્તિશાળી છે.

અમારા નયા બાથરૂમ મુબારક હો અભિયાન મારફતે અમે આશા રાખીએ છીએ કે, લોકોને એ અહેસાસ થશે કે, નવા હાર્પિકની મદદથી સમગ્ર બાથરૂમમાંથી ડાઘાને દૂર કરવાનું કેટલું સરળ બની જાય છે, જે કાયમ માટે નવા થઈ જનારા બાથરૂમનો સંતોષ અને આનંદ પ્રદાન કરે છે.

આ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર અક્ષય કુમાર, સામાન્ય ડીટર્જન્ટનો વર્ષો સુધી ઉપયોગ કરવાને કારણે જમા થયેલાં આકરા ડાઘાને દૂર કરવા માટે વિશિષ્ટ પ્રકારના ક્લીનરના ઉપયોગનું મહત્ત્વ ઉજાગર કરે છે. આ પ્રકારના સામાન્ય ડીટર્જન્ટનો ઉપયોગ કરવાને કારણે બાથરૂમ જૂનો અને ગંદો થઈ ગયેલો દેખાય છે. ટીવી, પ્રિન્ટ, ડિજીટલ, વેચાણસ્થળોએ ચાલી રહેલાં નવા મેગા ૩૬૦ કેમ્પેઇનના ભાગ રૂપે અક્ષય આ સંદેશને ફરીથી પ્રસારિત કરશે અને ડીટર્જન્ટથી ૧૦ ગણી વધુ અસરકારકતાથી સફાઈ કરનારા અને નવા જેવા દેખાતા ચમકતા બાથરૂમનો આનંદ અનુભવવા આ તદ્દન નવા હાર્પિક બાથરૂમ ક્લીનરને અજમાવવા માટે મહિલાઓને પ્રોત્સાહિત કરશે.

Previous articleપ્રથમવાર જૈન સંત જોડાયા વિહિપ સાથે
Next articleસાબરડેરીમાં પરિવતૅનનો પવન ફુંકાયો  જેઠાભાઈ પટેલના સુંપડા સાફ