ભારત દેશનો વિકાસદર અને પ્રત્યેક ક્ષેત્રમાં થઈ રહેલ પ્રગતિના પરિણામે દેશ વિશ્વના અગ્રહરોળના વિકસીત દેશોમાં સ્થાન પામવા સાથોસાથ હરિફાઈમાં પણ સામેલ થયું છે પરંતુ દેશના પ્રત્યેક રાજ્યોમાં ગરીબીનો યક્ષપ્રશ્ન કાળી ટીલી સમાન છે. દાઝખ જેવી દારૂણ ગરીબીનો સામનો કરી રહેલ પરિવારોમાં પણ સૌથી વિકટ પરિસ્થિતિ બાલ્ય અવસ્થામાં પાંગરતી પ્રતિભાની છે. શહેરના એક વિસ્તારમાં દીન પરિવારના ભૂમિકાઓ કુડા-કચરામાં પોતાનું મહામૂલુ બાળપણ ગુમાવતા દ્રષ્ટિગોચર થાય છે.