ક્રોસવર્ડમાં ગયેલી સગીરાનો અશ્લીલ વીડિયો બનાવવાનો પ્રયાસ કરનારની ધરપકડ

682

શહેરના એસ.જી. હાઈવે પર આવેલા ક્રોસવર્ડના શો-રૂમના ટોઈલેટમાં ગયેલી સગીરાનો અશ્લીલ વીડિયો બનાવવાનો પ્રયાસ કરનાર ઋષિકુમાર પરમાર નામના યુવકની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. પોલીસે મોબાઈલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

જીય્ હાઈવે પર રાજપથ ક્લબની બાજુમાં મોન્ડેલ રિટેલ પાર્ક કોમ્પલેક્સમાં ક્રોસવર્ડ બુક સ્ટોર આવેલો છે. સગીરા આ બુક સ્ટોરના ટોઈલેટમાં ગઈ હતી. આ દરમિયાન અજાણી વ્યક્તિએ બાથરૂમના દરવાજાના નીચેના ખુલ્લા ભાગથી મોબાઈલ વડે વીડિયો બનાવવાનો પ્રયાસ કર્યો હતો. સગીરાએ જોઈ જતાં તમે શું કરો છો તેમ કહી ચીસાચીસ કરી હતી. ત્યારબાદ તેણીએ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જેથી અજાણી વ્યક્તિ ટોઈલેટમાંથી ફરાર થઈ ગયો હતો.

વસ્ત્રાપુર પીઆઈ એમ.એમ. જાડેજાએ જણાવ્યું હતું કે આરોપી શનિ-રવિ ક્રોસવર્ડમાં વાંચવા જતો હતો. સગીરા ટોઇલેટમાં ગઈ ત્યારે તેણે વિડીયો બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીના રિમાન્ડ મેળવી અને મોબાઈલ એફ.એસ.એલ.માં મોકલવા તજવીજ હાથ ધરી છે.

Previous articlePG મેડિકલમાં આર્થિક અનામતના અમલ સાથે મેરિટલિસ્ટ જાહેર થશે
Next articleઅમિત શાહ સામે દિગ્ગજ શંકરસિંહ વાઘેલાને ઉતારવાની હિલચાલથી માહોલ ગરમાયુ