પડુ પડુ થઈ રહેલી પાલીતાણાના પીપરડી ગામની પ્રાથમિક શાળા

795
bhav4-1-2017-7.jpg

પાલીતાણા તાલુકાના પીપરડી પ્રાથમિક શાળાની છેલ્લા ર વર્ષથી એટલી જર્જરીત હાલતમાં છે. નવા બિલ્ડીંગની મંજુરી મળવા છતાં હજુ કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. ઉજ્જવળ ભવિષ્યના સપના જોતા મોતના મુખમાં ભણી રહેલા ૧૬૦ બાળકો જંખી રહ્યાં છે. નવા બિલ્ડીંગ માટે શાળાના આચાર્ય તેમજ વાલીઓ દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી આ શાળાનું સમારકામ કે નવું બિલ્ડીંગનું કામ કરવામાં આવ્યું નથી જેને કારણે આ શાળામાં ભણવા આવતા બાળકોનું ભવિષ્ય નહીં પણ મોત સામે હોય તેવું લાગી રહ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા અવરજવર સરકારી શાળાઓમાં કાર્યક્રમો યોજાતા હોય છે. જ્યારે સરકાર અવનવા કાર્યક્રમો કરી રહી છે પરંતુ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના પીપરડી ગામે આવેલ હાલ જિલ્લા પંચાયત હસ્તકની પીપરડી નંબર ૧ પ્રાથમિક શાળા જેમાં ધોરણ ૧ થી ૮ સુધીના ૧૬૦ જેટલા બાળકો અભ્યાસ અર્થે આવે છે પરંતુ આ શાળાની જર્જરીત હાલત જોતા એવું લાગે છે કે ક્યારે કોઈ ઘટના બનશે તો તેનું જવાબદાર કોણ ? આ શાળામાં બાળકો અભ્યાસ અને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે આવે છે પરંતુ તેમના માતા-પિતાને પણ ખબર નથી હોતી કે તેમનું બાળક સહી સલામત ઘરે આવશે કે નહીં. આ શાળાને નવા બિલ્ડીંગની મંજુરી તો મળી ગઈ છે પરંતુ આ શાળાને પાડવાની મંજુરી હજુ સુધી આપવામાં આવી નથી જેને કારણે નવા બિલ્ડીંગનું કામ શરૂ કરવામાં આવ્યું નથી. બાળકોને શાળાના ક્લાસરૂમની અંદર જતા પણ ભય લાગે છે ત્યારે વિદ્યાર્થીઓ પણ નવા ક્લાસરૂમ મળે તેવી આશા રાખી રહ્યાં છે.
શાળાનું બિલ્ડીંગ વર્ષો જુનુ હોવાથી આ શાળાના ૪ ક્લાસરૂમો જર્જરીત હાલતમાં છે. ક્લાસરૂમની છત ઉપર ગાબડા પડી ગયા છે. આ શાળામાં બાળકોના અભ્યાસના સમય એ સ્લેબમાંથી ગાબડા પડે તેવી હાલતમાં છે તેમજ શાળામાં આવેલા ત્રણ ક્લાસરૂમોની પણ હાલત કાઈક આવી જ છે જ્યાં જુઓ ત્યાં કલાસરૂમના સ્લેબ પર ગાબડા જોવા મળી રહ્યાં છે ત્યારે મોટો અકસ્માત સર્જાય તે પૂર્વે શાળાનું નવું બિલ્ડીંગ બનાવવા ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગ ઉઠાવાઈ રહી છે.

Previous article છેલ્લા બે વર્ષથી બિસ્માર પાલીતાણાનો મેઈન રોડ નવો બનાવવા લોકોની માંગ
Next article નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મળેલી બેઠક