ટીંબી ગામે મેઈનબજારમાં નવા રોડનું ધારાસભ્ય અંબરીશભાઈ દ્વારા ખાતમુર્હુત

795
guj4-1-2017-6.jpg

જાફરાબાદના ટીંબી ગામે મેઈનબજારનો નવા રોડ રૂા.૧ કરોડનું ખાતમુર્હુત કરતા ધારાસભ્ય અંબરીશભાઈ ડેર સાથે બાબુભાઈ જાળોંધરા, ભરતભાઈ સાવલીયા સહિત આગેવાનો તેમજ હજારોની સંખ્યામાં આજુબાજુના વિસ્તારની જનતા હાજર રહેલ.
જાફરાબાદના ટીંબી ગામે ઘણા સમયથી લોકમાંગણીથી આખરે સરકારએ રૂા.૧ કરોડના ખર્ચે થતા રોડની મંજુરી આપ્યા બાદ રાજુલા, જાફરાબાદ, ખાંભાના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર તેમજ જિલ્લા બાંધકામ સમિતિ ચેરમેન ટીકુભાઈ વરૂ, કોંગ્રેસના આગેવાનો, માજી તાલુકા પ્રમુખ બાબુભાઈ જાલોંધરા, ભરતભાઈ સાવલીયા તેમજ બાબુભાઈ રામ હાજર રહી ટીંબી ગામની જનતા તેમજ સમગ્ર વિસ્તાર મોટા માણસા સુધીના બહોળી સંખ્યામાં લોકોએ અંબરીશભાઈનું સન્માન કરેલ.