ભાજપે અમિત શાહના રોડ શો અને સ્વાગત રૂટનો કાર્યક્રમ જાહેર કર્યો

635

ગાંધીનગર લોકસભા બેઠક માટે અમિત શાહની ઉમેદવારીને લઈ ગુજરાત ભાજપે રોડ શો અને સ્વાગત રૂટનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ રોડ શો ૧૮ વિધાનસભામાંથી પસાર થશે. માત્ર એટલું જ નહીં, આ દરમિયાન બે પટેલ સમાજ સહિત ૧૮ સમાજ(૧૭ જ્ઞાતિઓ) અમિત શાહનું સ્વાગત કરશે. આ ૧૮ જ્ઞાતિઓમાં ઠાકોર સમાજ, ધોબી સમાજ, જૈન સમાજ, વાણંદ સમાજ, દરજી સમાજ,પટેલ સમાજ(દરિયાપુર વિધાનસભા), ગૌસ્વામી સમાજ, મોચી સમાજ, રાજસ્થાની સમાજ, ભરવાડ સમાજ, નાયક સમાજ, પ્રજાપતિ સમાજ, પંચાલ સમાજ, કડિયા સમાજ, દેવી પૂજક સમાજ, સુથાર-મિસ્ત્રી સમાજ, રબારી સમાજ અને પટેલ સમાજ(કલોલ વિધાનસભા)નો સમાવેશ થાય છે. આ સિવાય ધાર્મિક સંસ્થા બ્રહ્માકુમારી પણ તેમાં સામેલ થશે.

આ રોડ શો નારણપુરા, વેજલપુર, સાણંદ, અમરાઈ વાડી, મણિનગર, દાણીલીમડા, એલિસબ્રિજ, વટવા, દરિયાપુર, નિકોલ, અસારવા, નરોડા, ખાડિયા, બાપુનગર, સાબરમતી, દસક્રોઈ, ઘાટલોડીયા અને કલોલ સહિત ૧૮ વિધાનસભા વિસ્તારમાંથી પસાર થશે.

શાહના રોડ શોની શરૂઆત ૩૦ માર્ચના રોજ સવાર ૮.૩૦ વાગ્યે નારણપુરામાં આવેલું સરદાર પટેલનું બાવલું-૧થી શરૂ થઈને કલોલ વિધાનસભાના પાટીદાર ચોકમાં પુરો થશે.

Previous articleGIDCમાં ઇ-બાઇક એસેમ્બલ યુનિટમાં ભીષણ આગમાં ૫૦૦ બાઇક સ્વાહા થયા
Next articleગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં જાહેરનામાના પ્રથમ દિવસે એક પણ ઉમેદવારનું ફોર્મ ન ભરાયું