ગારિયાધારમાંથી ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે ૧ ઝબ્બે : બે ફરાર

618
bvn812017-9.jpg

ગારિયાધાર ગામે પોલીસે બાતમી આધારે જુના બેલા રોડ પરથી વિદેશી દારૂની કારમાં હેરાફેરી ૧ શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે ર શખ્સો પોલીસને હાથતાળી આપી નાસી છુટવામાં સફળ રહ્યા હતા.
ગારિયાધાર પોલીસ મથકમાં ફરજ બજાવતા જવાનો ગારિયાધાર પંથકમાં પેટ્રોલીંગમાં હતા તે વેળાએ પોલીસ જવાન દિલીપભાઈ ખાચરને મળેલ ચોક્કસ બાતમી આધારે ગારિયાધારના જુના બેલા ગામે રોડ પર વોચમાં હતા તે વેળાએ જુના બેલા ગામ તરફથી ૧ કાર શંકાસ્પદ હાલતે આવતી જણાતા પોલીસે આ કાર અટકાવવા કાર ચાલકને ઈશારો કરતા કારમાં રહેલ ૩ શખ્સો રોડ પર કાર અટકાવી નાસી જવાની કોશિષ કરેલ. જેમાં કાર ચાલક બિપીન ગોરધન પ્રજાપતિ રે.મફતપરા, ગારિયાધારવાળો ઝડપાઈ જવા પામેલ. જ્યારે આસીફ ભાટી તથા લવકુશ સવજી નાસી છુટવામાં સફળ રહ્યાં હતા. આ કારની તલાશી લેતા કારમાંથી વિના પાસ પરમીટે પરપ્રાંતિય દારૂની બોટલ નંગ-રરપ નંગ મળી આવેલ તથા ઝડપાયેલ શખ્સના કબ્જા તળેથી મોબાઈલ બરામત થતા પોલીસે કાર, દારૂ, મોબાઈલ મળી કુલ રૂા. ૧,૭૯,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય શખ્સો વિરૂધ્ધ પ્રોહી. એક્ટ ૬/એઈ, ૧૧૬/બી, ૯૮ (ર), ૮૧ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleડોક્ટર હોલ ખાતે સેમીનાર યોજાયો
Next articleવધુ ૧.૬૭ લાખની નકલી નોટ ઝડપી લેતી એસઓજી