અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં આગના ૧૫ થી વધુ બનાવોમાં ખેડૂતોના ઘઉં નમીને ભસ્મીભૂત થઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની ગઇ છે. જિલ્લામાં સૌથી વધુ મોડાસા તાલુકામાં આગના બનાવો બનતા રહ્યા છે. જેમાં આજે વધુ એક આગનો બનાવ મોડાસાના રાજપુર મહાદેવગ્રામ પાસે આવેલા રાજપુર ગામેની સીમમાં બનવા પામ્યો છે.
શોર્ટ સર્કિટથી આગઃઆ ગામની સીમમાં ઘઉંના ખેતરમાં વીજ પોલથી શોર્ટ સર્કિટ ને કારણે ઘઉંનો ઉભો પાક બળીને ખાખ થઈ ગયો હતો. આગની ઘટના ભીષણ હોઈ બળબળતા ઉનાળાની ગરમીમાં આગ ઘઉંના ખેતરમાં ફરી વળતા આગને કાબુમાં લેવાનો મોકો ય ખેડુતો પામી શક્યા ન હતા. જાણવા પ્રમાણે બે સગા ભાઈઓ રેવાભાઇ ભીખાભાઇ અને હીરાભાઈ ભીખાભાઇ પટેલના એકસો મણ થી સવાસો મણ ઘઉં બળી ગયા હતા. વીજ શોર્ટ સર્કિટને કારણે તેના તણખલા ઘઉંના સુક્કા ઉભા પાકમાં પડતા આગ ભભૂકી ઉઠી હતી.બન્ને ભાઈઓના ખેતરો સાફ થઇ ગયા હતા.


















