દેશમાં પ્રથમ ચરણના ૯૧ લોકસભા બેઠકનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. જેમાં ૧૮ રાજ્ય અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોનું મતદાન યોજાયું હતું. ટકાવારી પ્રમાણે સરેરાશ ૫૩.૦૬ ટકા મતદાન થયું હતુ.૫ વાગ્યા સુધીમાં બિહારમાં ૫૦.૨૬ ટકા, ઉત્તર પ્રદેશમાં ૫૯.૭૭ ટકા, આસામમાં ૬૮ ટકા, તેલંગણામાં ૬૦.૫૭ ટકા, મેઘાલયમાં ૬૨ ટકા, મણિપુરમાં ૭૮.૨૦ ટકા, લક્ષ્યદ્વિપમાં ૬૫.૯ ટકા મતદાન થયું હતું.ઉત્તર પ્રદેશમાં સાત રાઉન્ડમાં મતદાન થવાનું છે. ત્યાં આજે આઠ સીટ પર મતદાન થયું છે. બિહારમાં ચાર, આસામમાં પાંચ, મહારાષ્ટ્રમાં સાત, ઓડિશામાં ચાર અને પશ્ચિમ બંગાળની બે સીટ માટે આજે મતદાન થયું છે.મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલૅન્ડ, ઓડિશા, સિક્કિમ, તેલંગણા, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, અંદામાન-નિકોબાર અને લક્ષદ્વીપમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું.
બંગાળમાં કૂચબિહારના દિનહાટામાં લોકોએ પહેલી વાર ભારતીય મતદારો તરીકે મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. બાંગ્લાદેશ સાથે થયેલા એંકલેવ સમજૂતી અંતર્ગત ૯,૭૭૬ લોકોને ૨૦૧૫ની મતદાર યાદીમાં ભારતીયો તરીકે સામેલ કરાયા હતા.આંધ્રપ્રદેશમાં આજે ૨૫ લોકસભા અને ૧૭૫ વિધાનસભા સીટ પર મતદાન થઇ રહ્યાં છે. સત્તારૂઢ તેલુગુ દેશમ પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે મુખ્ય વિપક્ષ રૂજીઇ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે અનેક જગ્યાએ ઘર્ષણ થયું છે. અનંતપુરમ જિલ્લાના તડીપાત્રા વિધાનસભા વિસ્તારમાં એક ગામમાં રૂજીઇ કાર્યકર્તાના મોતના સમાચાર મળ્યા હતા.
જે ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયાં છે, એમાં કેન્દ્રીય મંત્રી જનરલ(નિવૃત) વી. કે. સિંહ, નીતિન ગડકરી, કૉંગ્રેસનાં રેણુકા ચૌધરી, એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઔવેસી સામેલ છે.



















