મંદિરોને નિશાન બનાવતી રાજસ્થાની ટોળકી ઝબ્બે, તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા

549

લોકસભાની ચૂંટણી સંદર્ભે પોલીસે થરાદના અલગ-અલગ વિસ્તારમાં ચેકપોસ્ટ બનાવી નાકાબંધી ગોઠવી હતી. તે દરમિયાન વિરોલ-બેવટા રોડ પરથી શંકાસ્પદ આવી રહેલા બે બાઇકને રોકાવી સવાર છ શખસોની તલાસી લેતા તેમની પાસેથી ચોરી કરવાના સાધનો સહિત હથિયારો મળી આવતાં પોલીસે કડક પૂછપરછ કરતાં થરાદ પંથકમાં મંદિરોમાં ધાડ પાડવા આવી રહ્યા હોવાનું કબૂલતા તમામ વિરૂદ્ધ ગુનો નોંધી જેલ હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં તીક્ષ્ણ હથિયાર મળી આવ્યાઃ લોકસભા ચુંટણી અનુસંધાને થરાદ પંથકમાં પીઆઇ જે.બી.આચાર્ય તથા સ્ટાફ વિરોલથી બેવટા તરફ આવતા રસ્તા ઉપર બનાવેલી ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં કરી રહ્યા હતા. તે દરમિયાન વિરોલ તરફથી બે બાઈખ પર આવતા છ શખસો શંકાસ્પદ જણાતા તેમને રોકી તપાસ કરી હતી. તેમની પાસે તીક્ષ્ણ હથિયારો તથા ડીસમીસ અને આરીપાના મળી આવ્યા હતા. ઝડપાયેલા છ શખસોની પૂછપરછ કરતાં લવાણા કળશ માતાજીના મંદિરમાં લુંટ કરવાના તેમજ માતાજીના મંદિરમાં ચોરી કરવાના ઇરાદે આવતા હતા હોવાનું કબૂલતા પોલીસે ઝડપી લઇ જેલ હવાલે કર્યા હતા. પોલીસે તપાસ દરમિયાન વધુ પુછપરછ કરતાં ડુવા ગામે જૈન મંદિરમાંથી આજથી પાંચેક માસ પહેલાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

Previous articleલાકરોડામાં નદીના કોતરોમાં દિપડો દેખાયો
Next articleચૂંટણી સમયે ગુજરાતમાં દારૂની રેલમછેલ, વૈભવી બંગલામાંથી ઝડપાયો ૧૧૦ પેટી દારૂ