વાતાવરણમાં પલટાથી દરિયો તોફાની બન્યો, એક જહાજ અને બે બોટ ડૂબી

1015

અરબી સમુદ્રમાં ઉતપન્ન થયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દ્વારકા સમુદ્રમાં કરન્ટ જોવા મળ્યો છે. તોફાની બનેલ સમુદ્રના મોજા ૫  ફૂટ જેટલા ઊંચા ઉછળ્યા હતા, જેથી કાંઠે ઉભેલા લોકો પણ ગભરાઈ ગયા હતા. તોફાની બનેલ સમુદ્રમાં રૂપેણ બંદરની ૨ નાની હોડીઓએ જળસમાધિ લીધી હોવાના સમાચાર મળ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જળ સમાધિ લીધેલ ૧ કે રૂપેન બંદરના રફીક હાજી ભેસળિયાની હોવાનું કહેવાય છે.

આ હોડીના ૩ ખલાસીઓને અન્ય બોટ દ્વારા બચાવી લેવાયા છે. ત્યારે બોટમાં સવાર અન્ય ખલાસીઓની શોધખોળ ચાલુ છે. તો અન્ય બીજી બોટ કોની હતી તથા તેમાં કેટલા માછીમાર સવાર હતા તેની શોધખોળ ચાલુ છે. આ ઘટનાની જાણ થતાં ફિશરીઝ તેમજ મરીન પોલીસ પણ હરકતમાં આવી છે. કચ્છના જખૌના દરિયામાં વાતાવરણમાં પલટો આવવાને પગલે દરિયાઈ તોફાનમાં એક જહાજ ડૂબી હતું. જેમાં સવાર આઠ ક્રુ મેમ્બરોમાંથી સાતને બચાવી લેવાયા છે અને સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે એકની શોધખોળ ચાલુ છે. જખાઉ સોલ્ટ નામની કંપનીનું આ જહાજ હતું.

કોસ્ટ ગાર્ડની ત્રણ શિપ દ્વારા દરિયામાં એક ક્રુ મેમ્બરની શોધખોળની કામગીરી હાથ ધરાઈ છે.

Previous articleહનુમાન જ્યંતિને લઇ શ્રદ્ધાળુ ઉત્સાહિત : તમામ તૈયારીઓ
Next articleરાજયના હવામાનમાં પલ્ટો : માવઠા બાદ ચિંતા