વિકાસનો ધર્મ ચુકશે, તેને જીવન દેવતા સજા કરશે : ભાણદેવજી

873
bvn1012018-13.jpg

આંબલામાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં વાર્ષિકોત્સવ અને વાલી સંમેલન પ્રસંગે યોજાયેલ વ્યાખ્યાનમાં જાણિતા ચિંતક સાધક ભાણદેવજીએ કહ્યું કે, વિકાસનો ધર્મ ચુકશે તેને જીવનદેવતા સજા કરશે.
ગ્રામ દક્ષિણમૂર્તિ લોકશાળા આંબલા તથા મણારના વાર્ષિકોત્સવ અને વાલી સંમેલનમાં સંસ્થાના વડા, અગ્રણીઓ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટીસંખ્યામાં જોડાયા હતા.     
આ પ્રસંગે યોજાયેલ વ્યાખ્યાનમાં જાણીતા ચિંતક સાધક ભાણદેવજીએ વિવિધ શાસ્ત્રો અને ગ્રંથ-કથાઓના ઉલ્લેખ સાથે જીવન વિકાસ યાત્રા વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. વ્યાખ્યાનમાં ભાણદેવજીએ કહ્યું કે, જીવનનો ધર્મ છે વિકસવું. મનુષ્ય જાતિને જ વિકાસ. ઉન્દ્રોતિ વિશે ખબર છે, તેથી તેની જવાબદારી વિશેષ છે. એક વ્યક્તિને વિકાસએ એક વ્યક્તિનો નહીં પરંતુ સમગ્ર માનવજાતિને વિકાસ છે. આ પ્રસંગે પ્રારંભે સંસ્થાના વડા અરૂણભાઈ દવેએ લોકભારતી પરિવારની આ લોકશાળાના વિસ્તરણ સંદર્ભે અલગ વાર્ષિકોત્સવના આયોજનની વિગત આપી આર્થિક સ્થિતિ અને ભંડોળનો પણ ઉલ્લેખ કર્યો અને આવકાર પરિચય આપેલ. સંસ્થાના વાર્ષિક અહેવાલોની રજૂઆત નિયામક સુરસંગભાઈ ચૌહાણે વિગતવાર વિભાગો સાથેની કરી હતી. કાર્યક્રમમાં પોપટ અને પક્ષીઓના કલવર સાથે ગૌરાંગભાઈ વોરા તથા તૃપ્તિબેન ગોસ્વામીના સંચાલનમાં સંગીતવૃંદ દ્વારા શાંતિપાઠ ગીત ગાન રજૂ થયા હતા.

Previous articleસગર્ભાવસ્થામાં લેવાતી કાળજી અંગે કુંભારવાડામાં નાટક યોજાયું
Next articleકુદરતી પધ્ધતિથી બનાવેલ તુવેરદાળ લોકપ્રિય બની