દમણ પોલીસની પ્રેક્ટિલ પરીક્ષામાં સિહોરનો નવયુવાન શ્યામ જોષી ઉત્તીર્ણ

684
bvn1212018-9.jpg

દમણ ખાતે યોજાયેલ પોલીસની પ્રેક્ટિલ પરીક્ષા નું આયોજન થયેલ જેમાં ગુજરાતમાંથી ૭૦૦૦ જેટલા છોકરા ઓએ ભાગ લીધો હતો જેમાં સખત મહેનત અને પરિશ્રમ થી માત્ર બોતેર જેટલા છોકરાઓ જ આ પરીક્ષા પાસ કરી શકેલ જેમાં સિહોરનું ગૌરવ એવા શ્યામ જોષી એ આ પરીક્ષામાં ઉંચા નંબરે પાસ કરી સિહોર સહિત સમગ્ર જિલ્લાનું નામ ઉજાગર કર્યું છે.આગામી દિવસોમાં લેખિત પરીક્ષા લેવામાં આવશે તેમાં પણ શ્યામ જોષી પરીક્ષા સારા ક્રમાંકે પાસ કરી પોલીસમાં પસંદગી પામી જાય એવી મિત્ર સર્કલ અને શુભેચ્છકો દ્વારા શુભકામનાઓ આપવામાં આવી છે.