સચિવાલય ક્રિકેટ સ્પર્ધામાં શ્રમ અને રોજગાર વિભાગનો વિજય

801
gandhi1312018-5.jpg

સચિવાલય આંતર વિભાગીય ક્રિકેટ સ્પર્ધા ર૦૧૭-૧૮ ના બીજા રાઉન્ડમાં શ્રમ અને રોજગાર વિભાગની ક્રિકેટ ટીમે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની ક્રિકેટ ટીમ સામે સાત રને ભવ્ય વિજય મેળવી કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. 
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ટોસ જીતીને પ્રથમ ફીલ્ડીંગ કરી હતી, જયારે શ્રમ અને રોજગાર વિભાગે બેટીંગ કરતાં પ્રથમ દાવમાં ૧૬૧ રન બનાવી મોટો સ્કોર ઉભો કર્યો હતો. જેની સામે રમતગમત વિભાગ માત્ર ૧૫૩ રન બનાવી શકયા હતા. શ્રમ અને રોજગાર વિભાગના વનરાજસિંહ કામલીયાને અણનમ ૭૩ રન અને બે વિકેટો માટે મેન ઓફ ધી મેચનો ખિતાબ મેળવેલ હતો.

Previous articleકારમાંથી ૬૫ હજારનો દારૂ ઝડપાયો
Next articleકલોલ શહેરના VHP પ્રમુખના નિધન બાદ કોલેજના છાત્રોને દેહદાન