ભાજપને ફટકો, ટિકિટ નહીં આપતા ઉદિત રાજ કોંગ્રેસમાં

512

લોકસભા ચૂંટણી અગાઉ દિલ્હીમાં ભાજપને એક મોટો ફટકો પડ્યો છે. ખ્યાતનામ દલિત નેતા ઉદિત રાજે પક્ષ સાથે છેડો ફાડી લીધો છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપના ઉત્તરપશ્ચિમ દિલ્હી બેઠકના સાંસદ રાજે પક્ષને ચીમકી આપી હતી કે મંગળવાર સુધીમાં તેમનું નામ લોકસભા ચૂંટણી માટે જાહેર નહીં કરાય તો તેઓ પક્ષ સાથે છેડો ફાડી લેશે. બુધવારે ઉદિત રાજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. કોંગ્રેસે ઉત્તર પશ્ચિમ દિલ્હી બેઠક પરથી પંજાબી ગાયક હંસરાજ હંસને લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે.રાજે કોંગ્રેસમાં જોડાયા બાદ જણાવ્યું કે, ‘ટિકિટ ફાળવણી મામલે તેમણે અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વાત કરી હતી પરંતુ કોઈ પ્રતિસાદ સાંપડ્યો ન હતો.

પક્ષના વરિષ્ઠ નેતાઓ નીતિન ગડકરી અને રાજનાથ સિંહે મને રાહ જોવા જણાવ્યું હતું. ભાજપે શા માટે ટિકિટ નથી આપી તેનું કોઈ કારણ મને સમજાતું નથી.’

તેમણે ભાજપ પર સ્ફોટક આરોપો મુકતા કહ્યુ હતુ કે, આ બેઠક પર ભાજપની જીત નિશ્ચિત છે છતા મારી ટિકિટ એટલે માટે કાપવામાં આવી છે કે, ૨ એપ્રિલ, ૨૦૧૮ના રોજ દલિતો માટેના કાયદાને કમજોર બનાવવાની મોદી સરકારની યોજનાના વિરોધમાં બોલાવાયેલા ભારત બંધને મેં ટેકો આપ્યો હતો.હું ચૂપ રહ્યો હોત તો મારી ટિકિટ કપાઈ ના હોત.ભાજપને ચૂપ રહેનારા દલિત નેતાઓ પસંદ છે.

ઉદિત રાજે કહ્યુ હતુ કે, પાર્ટીમાં ચૂપ રહેવા બદલ ઈનામ મળતુ હોય છે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૦૧૪માં બાયોડેટા લઈને મારી પાસે આવ્યા હતા અને મને કહ્યુ હતુ કે ભાઈસાહેબ મારુ પણ કંઈક ગોઠવો.ભાજપે ૨૦૧૪માં કોવિંદને ટિકિટ લાયક નહોતા સમજ્યા પણ તેઓ ચૂપ રહ્યા અને તેનુ ઈનામ તેમને શું મળ્યુ તે તમે જોઈ શકો છે.હું ચૂપ રહ્યો હોત તો પાર્ટી મને પણ ઈનામ આપત અને કદાચ ભવિષ્યમાં મને પીએમ પણ બનાવત.

‘મને વડાપ્રધાન મોદીમાં વિશ્વાસ હતો અને એટલા માટે જ મેં મારી જસ્ટિસ પાર્ટીનો ભાજપમાં વિલય કર્યો હતો. જોકે હવે સમજાયું કે સ્વતંત્ર રહેવાથી અનેક પ્રાદેશિક પક્ષોને લાભ થયો છે. હું અત્યંત દુઃખી છું અને મને મારો બચાવ કરવાની પણ તક પૂરી પાડી ન હતી,’ તેમ રાજે  બળાપો ઠાલવતા જણાવ્યું હતું.

Previous articleકાશ્મીર : આ વર્ષે હજુ સુધી ૬૯ આતંકવાદીઓનો ખાત્મો કરાયો
Next articleમને ગાળો આપનારા હવે ઈવીએમને ગાળો આપવા માંડ્યાઃ પીએમ મોદી