સિહોરના કાજાવદર ગામે મકાનમાં આગ, ઘાસચારો બળીને ખાક, ચાર ગાયોનો બચાવ

1054
BVN16162018-1.jpg

સિહોરના કાજાવદર ગામે બપોરના સુમારે પાદરમાં જ આવેલ વાડીના મકાનમાં આગ લાગવાથી થોડા સમય માટે નાસભાગ મચી જવા પામી હતી. કાજાવદર ગામના પાદરમાં આવેલ જોરશંગભાઈ ઉકાભાઈ મોરીની વાડી અને મકાન બન્ને સાથે આવેલુ છે રવિવારે બપોરના સુમારે મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા થોડા સમય માટે દોડાદોડી થવા પામી હતી બાજુમાં આવેલ ઇલેક્ટ્રિક તાર ભેગા થવાથી આગની ઘટના ઘટી હોવાનું હાલ તારણ છે બનાવથી મકાનની છતની નીચે ચાર જેટલી ગાયો બાંધેલી હતી જેમને આબાદ બચાવી લેવાઈ હતી અને આગમાં હજુ એક દિવસ પહેલા જ લાવેલ ઘાસનો ચારો બળીને ભસ્તભૂત થવા પામ્યો હતો. આગની ઘટનાને લઈ નાનકડા ગામમાં ભારે ભાગદોડ થવા પામી હતી સ્થાનિક લોકો એકઠા થયા હતા અને મમદ માટે પહોંચીને પાણીનો છટકાવ કરીને આગને કાબુમાં લીધી હતી અને સિહોર નગર પાલિકા ફાયર વિભાગ પણ દોડી જઇ પાણીનો મારો ચલાવીને આગને સંપૂર્ણ કાબુમાં લીધી હતી.