બોટાદ જિલ્લા સ્થિત પ્રસિદ્ધ ગઢડા ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી ફરી એકવખત મતદારોની યોગ્યતાના મામલે વિવાદમાં આવ્યું છે. મંદિરના એસ.પી.સ્વામીએ એક નિવેદન મારફત જણાવ્યું હતું કે, “આ ચૂંટણીમાં સૌથી મોટી સમસ્યા એ છે કે મતદાર યાદીમાં જે લોકો ના નામ છે તે ગઢડા સ્વામીનારણ મંદિરના હરિ ભક્તો નથી. મતદાર યાદીમાં ૩૦ ગામના એવા હરિ ભક્તો છે જેમના ગામમાં જ મંદિર નથી. જે હરિભક્ત વર્ષે ૨૫ રૂપિયા અને સતત ૫ વર્ષથી પૈસા ભરે છે તેમને જ મતાધિકાર મળે છે. ચૂંટણીના નિયમ પ્રમાણે જે મતદાર તરીકે ન આવતા હોય તેમને મતદાર બનાવમાં આવે તેને ન્યાયિક ન કહેવાય. સ્વામિનારાયણ સંપ્રદાયનના હરિભક્તોને હું કહું છું કે તમારે ભગવાનને રાજી કરવાના હોય તો ખોટું ન કરતા. ગઢડા મંદિરમાં ૧૯૨૨ થી ચૂંટણી થાય છે.પરંતુ અત્યારે જે ચૂંટણી થાય છે તેમાં મંદિર અને ટ્રસ્ટની જે આવક છે તેના પર કેટલાકની નજર છે.”
બીજી તરફ હાલના ગઢડા મદિરના કોઠારી અને મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડ દ્વારા કાચી મતદાર યાદી ચૂંટણી અધિકારીને રજુ કરવામાં આવી હતી.
આ સિવાયના વાંધા મંગાવવા પણ ટ્રસ્ટને ૧૫ દિવસમાં વાંધા અરજી મંગાવવા જણાવાયું હતું.
૧૦ વર્ષથી ચૂંટણીને લઈ આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે વિવાદ ચાલતો હતો. પરંતુ હવે ચૂંટણી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ ચૂંટણી તારીખ ૫-૫-૨૦૧૯ના રોજ રવિવારે મતદાન યોજાશે.


















