દામનગર ભુરખીયા હનુમાનજી મંદિરે પશુપાલન શિબિર યોજાઈ

983
guj1712018-5.jpg

દામનગર ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે અમરેલી જિલ્લા પંચાયત આયોજિત તાલુકા સ્તરની પશુપાલન શિબિર આદર્શ પશુ પાલન માટે નિષ્ણાંત તબીબો દ્વારા પશુ પાલનને લગતું માર્ગદર્શન શુદ્ધ ઓલાદ ગુણો ચામડી ખુધ રંગ વૃષભ કદ ચેપી રોગ પશુ દ્વારા પ્રાપ્ત સેવા કાર્યક્ષમતા કુત્રિમ બીજ દાન ગાભણ પશુની માવજત ઉછેર વાછરૂનું વજન દૂધ આહાર રહેઠાણ કાળજી પશુ દ્વારા થતા ફાયદાઓ રસીકરણ રોગ નિયંત્રણ લક્ષણો દોહનની કાળજી પશુ આહાર લીલો ઘાસચારાનું મહત્વ ખેતીમાં પશુની ઉપયોગીતા તેના ફાયદા ઓ વિશે સુંદર માર્ગદર્શન જિલ્લા પંચાયતના પશુ નિયામક અને પશુ ચિકિત્સકોએ આપેલ. લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પશુપાલનનો વ્યવસાય કરતા પશુપાલકોની વિશાળ હાજરી રહી હતી. 
લાઠી તાલુકા સ્તરની પશુપાલન શિબિરમાં અમરેલી જિલ્લા પંચાયતના પશુ નીયામક અને તેની કચેરીનો સ્ટાફ અને પશુ ચિકિત્સકો દ્વારા પશુપાલકોને માર્ગદર્શન આપતા નિષ્ણાંત વક્તાઓ દ્વારા પશુ પાલન દ્વારા થતા ફાયદા ઉપયોગ અંગે સુંદર સમજ આપી હતી.  અમરેલી જિલ્લા પંચાયત આયોજિત લાઠી તાલુકા સ્તરની આદર્શ પશુ પાલન શિબિરમાં દીપ પ્રાગટય ધારા સભ્ય વિરજીભાઈ ઠૂંમર ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટના જીવનભાઈ હકાણી પશુનિયામક અમરેલી વેટેનરી દામનગર સહિતના દ્વારા ખૂબ મોટી સંખ્યામાં પશુપાલક ભાઈઓ બહેનોની હાજરી આ શિબિરમાં જોવા મળી હતી. 

Previous articleજાફરાબાદ ખાતે મુસ્લિમ સમાજનો મહેફીલે પાનગુલાબ કાર્યક્રમ યોજાયો
Next articleજુની બારપટોળી ગામમાં ધુસી સિંહ પરિવારે બે ગાયોના મારણ કર્યા