ટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં ઘટાડો થયો

473

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની છ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્ત રીતે ૬૪૨૧૯.૨ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. આઈટીની મહાકાય કંપની ટીસીએસની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો થયો છે. તેની માર્કેટ મૂડી ઉલ્લેખનિય રીતે ઘટી ગઈ છે. આઈટીસી, એચયુએલ, ઈન્ફોસિસ, એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રી, એચડીએફસી બેંકની માર્કેટ મૂડી વધી છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન ટીસીએસની માર્કેટ મૂડી ૩૯૭૦૦.૨ કરોડ સુધી ઘટીને ૮૦૦૧૯૬.૪ કરોડ થઈ ગઈ છે. એચયુએલની માર્કેટ મૂડી અને ઈન્ફોસિસની માર્કેટ મૂડી ક્રમશઃ રીતે ઘટી ગઈ છે. બંનેની માર્કેટ મૂડી ક્રમશઃ ૧૧૦૨૯.૨ કરોડ અને ૫૮૩૨.૫૩ કરોડ ઘટી છે. આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડીમાં પણ ઉલ્લેખનિય ઘટાડો થયો છે.

એસબીઆઈની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન ૨૮૧૧.૨૫ કરોડ સુધી ઘટી ગઈ છે. આઈટીસીની માર્કેટ મૂડીમાં ૧૨૮૭.૧૫ કરોડ સુધીનો ઘટાડો થયો છે. આને બિલકુલ વિરૂદ્ધમાં એચડીએફસી બેંકની માર્કેટ મૂડી ૨૫૪૯૨.૭૯ કરોડ સુધી વધી ગઈ છે. આરઆઈએલ, કોટક મહિન્દ્રાની માર્કેટ મૂડીમાં પણ ઉથલ પાથલ જોવા મળી છે. આરઆઈએલની માર્કેટ મૂડી ૯૮૮૮.૪૫ કરોડ વધીને ૮૯૧૮૯૩.૮૯ કરોડ પહોંચી ગઈ છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની આરઆઈએલની માર્કેટ મૂડી સૌથી વધુ વધી છે. તે માર્કેટ મૂડીની દ્રષ્ટીએ પ્રથમ સ્થાને છે.

Previous articleઈન્કમટેક્સ ઈ-ફાઈલર્સમાં ૬.૬ લાખનો ઘટાડો નોંધાયો
Next articleઅલ્પેશ ઠાકોરની વિદાય હવે ‘નિશ્ચિત’