બરવાળા મહિલા PSIની સરાહનીય કામગીરીથી રાહત

819
guj1912018-2.jpg

બરવાળા પોલીસ સ્ટેશન ખાતે નવનિયુકત મહિલા પીએસઆઈ વી.એમ. કામળીયાની સરાહનીય કામગીરીથી શહેરીજનો તેમજ વેપારીઓમાં આનંદ છવાઈ ગયો છે તેમજ ફોજદાર ધ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવતા અસામાજીક તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
બરવાળા પોલીસ મથક ખાતે બદલી થઈ આવેલ મહિલા પોલીસ સબ ઈન્સપેકટર વી.એમ.કામળીયા ધ્વારા બરવાળા શહેરી વિસ્તારમાં સવાર,બપોર અને સાંજના સમયે રાઉન્ડમાં નીકળે છે.અને શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર વાહન ચાલકો ધ્વારા આડેધડ વાહન પાર્કીંગ કરતા ટ્રાફીકનો પ્રશ્ન ઉદભવતો હોય છે જેના કારણે પો.સ.ઈ.ધ્વારા શહેરમાં રાઉન્ડમાં નીકળી રસ્તા ઉપર આડેધડ વાહનપાર્ક કરતા વાહન ચાલકો વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહિ હાથ ધરવામાં આવતા બરવાળા શહેરના માથાના દુખાવા સમાન ટ્રાફીકની સમસ્યાનો હલ કરવામાં આવ્યો છે શહેરમાં ટ્રાફીકની સમસ્યાનો ઉકેલ આવતા શહેરીજનોમાં ફોજદારની કામગીરીથી આનંદ છવાઈ ગયો છે.તેમજ પીએસઆઈ ધ્વારા શહેરમાં રાત્રે સતત પેટ્રોલીંગ કરવામાં આવતા અસામાજીક તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
બરવાળા પી.એસ.આઈ.ની સરાહનીય કામગીરીથી શહેરીજનો તેમજ વેપારીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે તેમજ અધિકારી ધ્વારા સતત આવી કામગીરી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.