પતિએ પત્નીનું ગળું કાપ્યા બાદ પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

1401

થરાદના ઉદરાણા ગામે પતિએ તેની પત્નીની હત્યા કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બંને વચ્ચે વારંવાર ઝઘડો હોવાના કારણે પતિએ પહેલા તીક્ષ્ણ હથિયાર વડે પત્નીનું ગળુ કાપી હત્યા કરી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

મળતી માહિતી પ્રમાણે હત્યારો પતિ માનસિક અસ્થિર હતો. બનાવની જાણ થતા થરાદ પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારી ઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. ચાર સંતાનના પિતાએ તેમની માતાની હત્યા કરતા ગામમાં ચકચાર મચી હતી. મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા. જો કે હત્યા કરવા પાછળનું ચોક્કસ કારણ હજૂ સુધી જાણી શકાયું નથી.

Previous articleઆઝાદીનાં ૭૨ વર્ષ બાદ પણ પાટણના છેવાડાના લોકો દૂષિત પાણી પીવા મજબૂર
Next articleસુરત હોસ્પિ.માં માતા-પિતાએ બાળકો બદલાયાનો આરોપ મુક્યો, DNA ટેસ્ટ કરાશે