જિ.પં.ની આધુનિકરણ શાખાઓનું લોકાપર્ણ

721
bvn1912018-10.jpg

ભાવનગર જિલ્લા પંચાયત શાખાના આધુનિકરણ લોકાપર્ણ કાર્યક્રમનું ઉદ્દદ્યાટન કરતા કોંગ્રેસના આગેવાન શકિતસિંહ ગોહિલે યોજાયેલા લોકાપર્ણ કાર્યક્રમને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે કોંગ્રેસની આગેવાની તળેની જિલ્લા પંચાયતના સારા વહિવટની સારી છાપ ઉભી કરનાર જિલ્લા પંચાયત પ્રમુખ સરવૈયા અને તેમની આખી ટીમને મારા અભિનંદન છે કે જિલ્લા પંચાયતના વિકાસ લક્ષી બજેટમાં પ્રજાલક્ષી કામોને ન્યાય આપવા અને બજેટ યોજનાઓને લોકો સુધી લઈ જવા જે પ્રસંશનિય પ્રયાસ કર્યો છે તે ખરેખર આનંદદાયક બાબત છે.
ગોહિલ ભાવનગર કોંગ્રેસના પીઢ આગેવાન સ્વ.બળવંતભાઈ મહેતા જેવા પંચાયત રાજયના પ્રણેતાને યાદ કરી તેમના પંચાયતી રાજયના વખાણ કર્યા હતા. તેમણે વિપક્ષ ભાજપના વિરોધ મુદ્દે એવી ટકોર કરી કે ભાજપ વિરોધ કરે છે તે તેની માનસિકતા છે તેમણે પથિકાશ્રમ મુદ્દે પણ ગંભીર ટકોર કરી જિલ્લા પંચાયતના કિસાન અને પ્રજાલક્ષી વિકાસ કાર્યોને બિરદાવતા કહયુ કે સારો વહિવટ ભાજપને ખુચે છે, તેમણે પોતાના લાક્ષણીક પ્રવચનથી વિકાસ કાર્યોની કાર્યદક્ષતાની ભારે પ્રસંશા કરી હતી. આધુનિકરણ થયેલ શાખાના ઉદ્દદ્યાટન પ્રસંગે લોકોની ભારે ભીડ જામી હતી.
જિલ્લા પંચાયતના આ કાર્યક્રમમાં ધારાસભ્યો કનુભાઈ બારૈયા, પ્રવિણભાઈ મારૂ, આર.સી.મકવાણા, જિલ્લા કોગ્રેસ પ્રમુખ રાઠોડ, પુર્વ ધારાસભ્ય વિગેરે હાજર રહયા હતા.

Previous articleપાલીતાણામાં મોટી પાણીયાળી કલસ્ટરમાં ઉત્તરાયણ ઉજવાઈ
Next articleહોનેસ્ટ રેસ્ટોરન્ટનો પ્રારંભ