ધોરણ-૧૨ સાયન્સના શિક્ષકો NCERTની તાલીમથી વંચિત

774

નવા શૈક્ષણિકસત્રથી ધોરણ-૧૨ સાયન્સના ફિઝીક્સ, બાયોલોજી, મેથ્સ, કેમેસ્ટ્રી અને અંગ્રેજી વિષયના અભ્યાસક્રમ એનસીઇઆરટી મુજબ નક્કી કરાયો છે. તેમ છતાં સાયન્સના વિષયના શિક્ષકોને નવા અભ્યાસક્રમની તાલીમનું કોઇ જ આયોજન કરવામાં આવ્યું નથી. આથી ધોરણ-૧૨ સાયન્સના શિક્ષકોને તાલીમથી વંચિત રખાય તેમ લાગી રહ્યું છે. જોકે ધોરણ-૧૦ના ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકોને એનસીઇઆરટીના નવા અભ્યાસક્રમ મુજબ તાલીમ આપી દીધી છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જેઇઇ અને નીટની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને ધોરણ-૧૨ના ગણિત, ફિઝીક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી વિષયનો અભ્યાસક્રમ એનસીઇઆરટી મુજબ ૨૦૧૯-૨૦ના નવા શૈક્ષણિક સત્રથી કરી દેવાશે. એનસીઇઆરટી મુજબનો અભ્યાસક્રમ નક્કી કરવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા હજુ સુધી ધોરણ-૧૨ સાયન્સના બાયોલોજી, ગણિત, ફિઝીક્સ અને કેમેસ્ટ્રી વિષયના શિક્ષકોને તાલીમ આપવાનું આયોજન કરાયું નથી.

દ.રાજસ્થાન પરની અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ નબળી પડતાં ઉ.ગુ.માં માવઠાંની ઘાત ટળી હતી. વાદળ હટતાં વાતાવરણ સામાન્ય બનતાં ફરી ગરમીનો પારો બે ડિગ્રી સુધી ઊંચકાયો હતો. આ સાથે પ્રતિ કલાકે ૧૨ કિમીની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ગરમીનો અનુભવ થયો હતો. સમી સાંજ બાદ ધૂળની ડમરીઓ ઉડતાં વાતાવરણ ધૂંધળુું બન્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૪૮ કલાક ઉત્તર ગુજરાત ગરમ રહેશે. ત્યાર બાદ ૧૪ મી મેથી ફરી વાતાવરણ પલટાતાં ગરમીથી રાહત મળશે.

Previous articleપાટણ જિલ્લામાં બે અકસ્માતઃ બે વાહન ચાલકોના ઘટના સ્થળે મોત
Next articleરીટેલ ફુગાવાના આંકડાઓ આજે જારી : તમામની નજર