આરટીઇ, જિલ્લાની ૨૬૮ ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫૫૬ વિદ્યાર્થીઓને પ્રવેશ

723

આરટીઇના પ્રથમ તબક્કામાં જિલ્લાની ૨૬૮ ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫૫૬ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. વાલીઓએ તારીખ ૧૩મી, સોમવાર સુધીમાં એડમિટ કાર્ડ બતાવીને શાળામાં ડોક્યુમેન્ટ જમા કરાવીને પ્રવેશ લઇ લેવા આદેશ કરાયો છે. જોકે હજુ સુધી ૬૬૨ વાલીઓએ શાળાઓમાં જઇને ડોક્યુમેન્ટ અપલોડ કરાવીને એડમિશન લઇ લીધું છે. આથી હજુ ૧૭૯૪ વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત રહેતા પ્રવેશની તારીખ લંબાવવા વાલીઓમાં માંગ ઉઠવા પામી છે. ગરીબ અને વંચિત જૂથના બાળકો પણ ખાનગી શાળામાં શિક્ષણ મેળવી શકે તે માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ફરજિયાત શિક્ષણના કાયદા મુજબ નવા શૈક્ષણિક સત્રમાં જિલ્લાની ૨૮૫ ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૩૦૪૮ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. આરટીઇના પ્રવેશ માટે વાલીઓ પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવી હતી. અરજીઓ માટે જિલ્લામાં ૧૨ કેન્દ્રો ઉભા કરાયા હતા. નિયત સમયમર્યાદામાં જિલ્લામાંથી ૪૫૦૭ અરજીઓ આવી હતી. જેમાંથી નિયત ડોક્યુમેન્ટ નહી હોવાથી ૨૪ અરજીઓને રીઝેક્ટ કરી હતી. આથી શિક્ષણ વિભાગે મંજુર થયેલી ૪૪૮૩ અરજીઓના આધારે નિયમ મુજબ આરટીઇના પ્રથમ તબક્કાની પ્રવેશની કામગીરી પૂર્ણ કરી છે.

પ્રથમ તબક્કાના પ્રવેશમાં જિલ્લાના ૨૪૫૬ બાળકોને જિલ્લાની ૨૬૮ ખાનગી શાળાઓમાં પ્રવેશ આપ્યો છે. તેમાંથી ૧૧૮૭ બાળકોએ પ્રવેશ મેળવી લીધો છે. પરંતુ નિયત ડોક્યુમેન્ટ એપલોડ તો માત્ર ૬૬૨ વાલીઓએ જ કરાવ્યા છે. આથી જિલ્લાની ખાનગી શાળાઓમાં ૧૭૯૪ વાલીઓએ પ્રવેશ મેળવ્યો નથી. જોકે આરટીઇ અંતર્ગત શાળાઓમાં પ્રવેશ મેળવી લેવાની અંતિમ તારીખ તારીખ ૧૩મી, મે નિયત કરી છે.

Previous articleજૂનાગઢ રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણી સંપન્ન
Next articleતા.૧૩-૦૫-ર૦૧૯ થી ૧૯-૦૫-ર૦૧૯ સુધીનું સાપ્તાહિક રાશી ભવિષ્ય