ગાંધીનગર જિલ્લામાં નિલગાયોનો ત્રાસ પાકનાં રખોપા માટે ખેડુતોના ઉજાગરા

1059
gandhi2012018-2.jpg

ગાંધીનગર જિલ્લામાં વન્ય વિસ્તાર તથા પડતર જમીનોમાં બાવળોનાં વનને લઇને નિલગાયોની વસ્તી સતત વધી રહી છે. તેની સાથે સાથે ખેતરોમાં લહેરાતા મોલમાં નિલગાયો પડવાનાં કારણે નુકશાન થઇ રહ્યુ છે. સમગ્ર જિલ્લામાં નિલગાયોનો ત્રાસ છે. 
પરંતુ ઉવારસદ-શેરથા વચ્ચેનાં સિમાડામાં ખેડુતો ઉપરાંત જિલ્લામાં ઠેર ઠેર કામ કરતાં ખેડૂતો દિવસભર કામ કરીને રાત્રે આરામ કરવાનો બદલે ખેતરે ખેતરે માંચડા બાંધીને મહામુલા પાકને નિલગાયોથી બચાવવા રાત ઉજાગરા કરી રહ્યા છે. ખેડૂતો માની રહ્યા છે કે આ સમસ્યાનો કોઇ જ ઇલાજ નથી.
ગ્રામ્ય સીમાડામાં વર્તમાન સમયે ઘઉં, રાય, શાકભાજી જેવા શિયાળુ (રવી) પાક લહેરાઇ રહ્યા છે. ત્યારે ગાંધીનગર તથા કલોલ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોનાં લીલાછમ્મ ઘઉંનાં ખેતરો વચ્ચે દરેક ખેતરે માંચડા તથા ખેતરોનાં શેઢે-શેઠે તારની વાડ કરીને જુની સાડીઓનાં તોરણ જોવા મળી રહ્યા છે. તો કેટલાક ખેતરોમાં મિણીયાની સફેદ થેલી લાકડીઓ ભરાવીને લટકાવેલી જોવા મળે છે.
ખેતરોમાં જોવા મળતા આ કિમીયા જંગલી નિલગાયો(રોઝડા)થી ખેતરમાં ઉભેલા પાકોને બચાવવા ખેડુતોએ કર્યા છે. સાડીઓ તથા મિણીયાની થેલીઓથી નિલગાયોને એવુ લાગે કે ખેતરમાં કોઇ હિલચાલ છે અને ત્યાંથી દૂર રહે છે. ત્યારે ઉવારસદનાં ખેડુત ગોવિંદજી ઠાકોરનાં જણાવ્યાનુંસાર ખેડુતો દ્વારા આ રીતે વિવિધ અખતરા કરવામાં આવતા રહે છે. નવુ નવુ હોય તો બે દિવસ નિલગાયો દુર રહે છે. પરંતુ પછી તેને ખબર પડી જાય છે કે આ થેલીઓ કે ચાડીયા નુકશાન પહોચાડતા નથી
નિલગાયોનાં રંજાડ અંગે ખેડુતોની સરકારમાં વ્યાપક ફરીયાદ વર્ષોથી થતી આવી છે. ત્યારે સરકાર દ્વારા ખેડુતો માટે ફેન્સીંગમાં સબસીડીની યોજના લાવવામાં આવી છે. જેમાં ખેડુતો ક્લસ્ટર બનાવીને જરૂરીયાત પ્રમાણે માંગણી મુકી શકે છે. કેટલાક સધ્ધર અને જાગૃત ખેડુતો દ્વારા આ યોજનાનો લાભ પણ લે છે. પરંતુ નાના ખેતરવાળા ખેડુતોે લાભ લઈ શકતા નથી. ખેડુતોનું કહેવુ છે કે નાના ખેતરમાં વધારે ખર્ચો કરવો પોસાય તેમ નથી.