અભયમ્‌ ટીમ દ્વારા મનોરોગી મહિલાને ઉગારી લેવાઈ

834
bvn2012018-5.jpg

૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈનની ટીમ દ્વારા તાજેતરમાં એક માનસિક રીતે બિમાર મહિલાની વહારે આવી સારવાર  સાથે રક્ષણ આશ્રમય મળે તેવી વ્યવસ્થા કરી હતી.
ભાવનગર શહેરમાં આયાતકાલીન સેવા ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈનમાં ફરજરત કાઉન્સેલર શિલ્પાબેન ગામીત, કોન્સ્ટેબલ ઉર્વીબેન બારોટ તથા પાઈલોટ સોહિલભાઈ પરમારએ અજ્ઞાત વ્યકિત દ્વારા મળેલ કોલ આધારે ઘોઘા તાલુકાના  સાણોદર ગામના બસ સ્ટેશન પાસે પહોંચ્યા હતાં. જયા અસ્થિર મગજની યુવાન મહિલા ક્ષત વિક્ષત હાલતે મળી આવેલ આથી ટીમએ સમગ્ર હકિત જાણી હતી. જેમાં રાત્રીના સમયે વાહન ચાલકો બિમાર અને એકલી મહિલાની સ્થિતિનો ગેરલાભ ઉઠાવી શારિરીક, માનસિક યાતના આપી રહ્યા હોવાનું જાણવા મળતા ટીમના સભ્યોએ બિમાર મહિલાની હાલત નામ વગેરે વિગતો જાણવાની કોશીષ કરી હતી પરંતુ આમનો રોગી મહિલા કશુ સમજી કે બોલી શકિત ન હોય આથી ટીમએ માનવતાની હુફ આપી ભાવનગર સેન્ટર પર લાવી સાંકેતીક ભાષા દ્વારા હાલત જાણવા મથામણ કરેલ પરંતુ નિષ્ફળતા મળતા ટીમ દ્વારા મહિલાની સારવાર સાથે આશ્રય મળી રહે તેવા ઉમદા હેતુસર પાલિતાણા ખાતે આવેલ મંદબુધ્ધી આશ્રમ ભીમેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ આદપુરને સોંપી માનવ સેવાનું પ્રેરણાદાયી કાર્ય કર્યુ હતું