ગુજરાતી ભાષાના સંરક્ષમ, સંવર્ધન અને ભાષા સજ્જતા માટે કાર્યરત માતૃભાશા ગૌરવ પ્રતિષ્ઠાનના ૧૯માં મણકામાં ગુજરાતી ભાષા માટે આજીવન સક્રિય રહેલા ભાવનગરના વ્યાકરણવિદ ડૉ. રક્ષાબેન દવેએ અનુસ્વાર વિજ્ઞાન શિખવ્યુ હતુ. તેમણે ગદ્ય, પદ્, વ્યાકરણ, નિબંધ અને લલિત સાહિત્યના પુસ્તકો લખ્યા છે.
તેમણે મૂળાક્ષરોથી અનુનાસીક સુધી અનુસ્વાર કેવી રીતે કરવા તેનું હળવી શૈલીમાં સચોટ માર્ગદર્શન આપ્યુ હતુ.


















