મહિલાઓના ગર્ભાશયની કોથળીની સર્જરી સરકારી હોસ્પિટલોમાં જ થશે

662

માં, મા વાત્સલ્ય અને પીએમજેએવાય યોજના અંતર્ગત મહિલાઓના ગર્ભાશયની કોથળીના ઓપરેશનનો માત્રને માત્ર સરકારી હોસ્પિટલોમાં જ થશે જ્યારે ખાનગી કે ગ્રાન્ટેડ હોસ્પિટલોમાં કરાશે નહી તેવો નિર્ણય રાજ્યના આરોગ્ય વિભાગે લીધો છે.

રાજ્ય સરકાર દ્વારા માં, મા વાત્સલ્ય અને પીએમજેએવાય યોજનાઓ થકી લોકોને આરોગ્યલક્ષી સારવાર ખાનગી હોસ્પિટલોમાં પણ મફત કરાવી શકે છે. જોકે આરોગ્ય વિભાગની આ યોજનાઓમાં અગાઉ માત્રને માત્ર કેન્સરના રોગોનો જ સમાવેશ કરાયો હતો. પરંતુ લોકોની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ૧લી, માર્ચ-૨૦૧૯થી આ યોજનાઓ માં કેન્સર સિવાયની બિમારીઓનો પણ સમાવેશ કરી દેવાયો છે. આથી માત્ર બે જ મહિનામાં રાજ્યભરમાં ૬૫૦થી વધારે લાભાર્થીઓએ લાભ લીધો છે. જોકે આ યોજના અંતર્ગત લાભાર્થીને થતો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. પરંતુ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા હવેથી માં, માં વાત્સલ્ય અને પીએમજેએવાય યોજના અંતર્ગત મહિલાઓના સાદા ગર્ભાશયના ઓપેરેશનો હવેથી ગ્રાન્ટેડ અને ખાનગી હોસ્પિટલોમાં કરી શકાશે નહી. યોજનાઓ હેઠળગર્ભાશયની કોથળીનું ઓપરેશન સરકારી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોમાં, જિલ્લાકક્ષાની હોસ્પિટલો, સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ઓપરેશન કરાવી શકાય છે.

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા માત્રને માત્ર માં, મા વાત્સલ્ય અને પીએમજેએવાય યોજના અંતર્ગત લાભાર્થીને કેન્સરની લગતી બિમારીઓના ઓપરેશન સરકારી, ખાનગી કે ગ્રાન્ટેડ હોસ્પિટલોમાં કરાવી શકાશે.

આરોગ્ય વિભાગની યોજનાઓમાં તારીખ ૨૩મી, સપ્ટેમ્બર વર્ષ-૨૦૧૮થી પીએમજેએવાય યોજનામાં મહિલાના ગર્ભાશયની કોથળીી સહિતના ઓપરેશન કરાતા હતા. જેમાં અત્યાર સુધીમાં પીએમજેએવાયમાં ૩૩૦૦થી વધારે લાભાર્થીઓએ લાભ લીધો છે. જ્યારે માં યોજનામાં વર્ષ-૨૦૧૮-૧૯માં કેન્સરના દર્દોના ૨૭૬૨ વધુ લાભાર્થીઓના ઓપરેશન કરાયા છે.